________________
બને છે? સમજાતુંઃ ધ અનર્થવ્રાત: નિપતિ. આવી ખોટી બુદ્ધિ ધરાવનાર, એટલે કે સાપને દોરડું માનનાર, એવી મિથ્થાબુદ્ધિ ગ્રહણ કરનાર માણસ માટે. ત્રાતિ એટલે સમૂહ, ઢગલો, સમુદાય. અનર્થવ્રત એટલે ઘણા અનર્થો(Evils), દુઃખો, દુર્ભાગ્ય, આફતો. નિપતિ - આવી પડે છે, તેને ઘેરી વળે છે. તd: તેથી, વસ્તુસ્થિતિ એવી છે, તેથી, સદગુરુ શિષ્યને કહે છે કે તે સર્વ શ્રખું મિત્ર ! હું તને જે કહું છું, તે સાંભળ, સાંભળી લે. ગુરુજી શિષ્યને શું કહેવા માગે છે ? એ જ કે : માહ. (તિ), લ: દિ વન્ધ: મતિ | કચ્છદ એટલે જે અસત્ય છે તેનું સત્ય તરીકે ગ્રહણ, તેનો સત્ય તરીકે સ્વીકાર, જે જ્યાં ન હોય, તેને ત્યાં સમજી લેવું તે, આ પ્રકારની ભ્રાંતિજન્ય ખોટી માન્યતા તે જ બંધન છે, બને છે. આમ, ગુરુજીએ શિષ્યને, બંધન શું છે અને કેવી રીતે, શાં કારણે, તે ઉત્પન્ન થાય છે, તે સમજાવ્યું. (૧૪૦) - અનુવાદ – વિમૂઢ મનુષ્યને, તમોગુણને લીધે, “અ-તમાં ‘તદ્બુદ્ધિ ઉત્પન્ન થાય છે. (દાખલા તરીકે) “વિવેક ન હોવાને લીધે જ, સાપમાં દોરડાની સમજ (બ્રાંતિ) પેદા થાય છે. આથી, આવી રીતે, સાપમાં દોરડાની સમજ) ધરાવનાર (માણસ) માટે અનેક પ્રકારના અનર્થો આવી પડે છે. તેથી તે મિત્ર ! સાંભળ : અસત્યનું (સત્યરૂપે) જે ગ્રહણ છે, તે જ બંધન છે. (૧૪૦)
ટિપ્પણ – અનાત્મા-માં “હું - એવી બુદ્ધિ, એ અજ્ઞાન છે, અને આવાં અજ્ઞાનમાંથી જ મનુષ્યને બંધન પ્રાપ્ત થાય છે. આ પહેલાંના શ્લોકમાં શરૂ થયેલી બંધનનાં સ્વરૂપની ચર્ચાને, એનાં કારણોની સમજણ વડે, પ્રતીતિજનક દૃષ્ટાંત આપીને, આ શ્લોકમાં વિસ્તારવામાં આવી છે.
મૂળ વાત છે, એ-તમિન ત૬-૩દ્ધિઃ | ‘અ-તમાં ‘તની સમજ, જે “જે નથી, તેને “તે માની લેવાની બુદ્ધિ, સાપ એ સાપ છે, છતાં અંધારાને કારણે, સાપને દોરડું સમજી લેવું, - એટલે જ, ૩-તમાં તદ્ બુદ્ધિની આવી ભ્રાંત સમજણ. ભાતિનું કારણ શું? વિવેકનો અભાવ. સાપ અને દોરડા વચ્ચેના તફાવતને, ભેદને સમજવાની શક્તિનો અભાવ. એ જ રીતે શરીર એ “શરીર' છે, “આત્મા' નથી, તે છતાં એ “અનાત્મા'માં જ “આત્મા'નાં દર્શન કરવાં, તે પણ મતસ્મિન તદ્વૃદ્ધિા છે. અને પછી તો આવી ભ્રમણા ધરાવનાર માણસ માટે અનર્થો અને આફતોનો પાર જ ન રહે, - અનેક આપત્તિઓ એને ઘેરી વળે !
અને એટલે જ, સદ્ગુરુ, બધા જ પ્રકારના શિષ્ટાચારોને (Formalities) છોડી દઈને, શિષ્યને મિત્રભાવે સંપૂર્ણ વિશ્વાસમાં લઈને, અંગત રીતે, આત્મીયભાવે, એક સનાતન સત્ય સમજાવી દે છે કે “અસત્યનું સત્ય તરીકે ગ્રહણ (‘અસહ્વાહી) એ જ બંધન છે.” “બ્રહ્મસૂત્ર' પરનાં પોતાના ભાષ્યના આરંભમાં જ પ્રથમ સૂત્ર પરના
વિવેકચૂડામણિ | ૨૭૩ ફર્મા - ૧૮