________________
(૨) જેને તરવાનો છે, એ સંસારસાગર કેવો છે ? - Mનિ-મન-તમા-સંસાર-વુિં – એક તો એ કે સંસારરૂપી આ સાગર “અપાર” છે, અગાધ છે, એનો ક્યાંય “પાર' કે છેડો નથી, એવો; આ અપાર સંસારસાગરમાં પારવિનાના ક્યાં-કેવાં મોજાં (તારી) છે? ગતિ એટલે “જન્મ”. એમાં જન્મ અને મરણ જેવાં અનેક-અસંખ્ય મોજાં છે. પરંતુ આ સાગરને તરવો કેવી રીતે ? બ્રહ[પે સંસ્થ: (સન) | સંસ્થ: - સારી રીતે સ્થિત બનીને, સમ્યફ રીતે સ્થિતિ (stability) મેળવીને; પરંતુ આ સ્થિતિ ક્યાં રૂપે મેળવવાની વૃહપેન – બ્રહ્મરૂપે, બહ્મભાવનાં રૂપે.
(૩) અને કૃતાર્થ ભવ | - જીવનનું ધ્યેય (અર્થ) શું છે ? - સંસારરૂપી આ સાગરને તરીને, મોક્ષ પ્રાપ્ત કરવાનું. એ ધ્યેય તું સંપન્ન સંપાદિત કરી લે, - એટલે કે મોક્ષપ્રાપ્તિરૂપી જીવનનાં પ્રયોજનને સિદ્ધ કરી લે, જીવનને સફળ અને સાર્થક કરી લે, ધન્ય, કૃતકૃત્ય બની રહે. (૧૩૮)
અનુવાદ – સંયમપૂર્ણ મન વડે અને બુદ્ધિની પ્રસન્નતાનાં બળે, પોતાનાં અંતઃકરણમાં (જ), તું આ આત્મા-પરમાત્મા)ને, “આ (પરમાત્મા) હું છું, - એ રૂપે, સાક્ષાત જાણી લે. વળી, બ્રહ્મભાવની સારી સ્થિતિ મેળવીને, જન્મ-મરણરૂપી તરંગોવાળા આ અપાર સંસાર-સાગરને તરી જા, અને કૃતકૃત્ય બની રહે. (૧૩૮)
ટિપ્પણ – હવે, આ શ્લોકમાં, સદ્ગુરુ શિષ્યને, આદેશોનાં સ્વરૂપમાં સદુપદેશ આપે છે : મનુષ્ય-જીવનનું એકમાત્ર અને પરમોચ્ચ ધ્યેય છે, - મોક્ષની પ્રાપ્તિ, એ તું સંપન્ન કરી લે.
પરંતુ મનુષ્યનું જીવન, એની જીવનયાત્રા કાંઈ સરળ નથી, એનો માર્ગ કાંઈ સુંવાળો નથી, એમાં તો અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ હોય છે. અંગ્રેજીમાં, આ જ કારણે, એક કહેવત (Proverb) આ પ્રમાણે, બની છે : Life is not a bed of roses : જિંદગી કાંઈ ગુલાબ-પુષ્પોની મૂ-કોમળ પથારી નથી. એ તો એક ખૂબ કઠિન અને દુઃસાધ્ય વિન દોડ (Hurdle race) જેવી શરત (Race) અથવા સ્પર્ધા છે.
અને એ “શરત'માંનાં વિઘ્નો (Hurdles) કોઈ સામાન્ય પ્રકારનાં નથી. એ જેટલાં અસંખ્ય છે, એટલાં જ અનેક પ્રકારનાં અને દસ્તર (Insurmountable) અને Insuperable) છે.
આ વિઘ્નોમાંનાં મુખ્ય અને મહત્ત્વનાં તો આ બે જ છે : પહેલું, પરમાત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર, અને બીજું આ સંસાર-સાગરનું તરણ, અને બે વિનોનું સૂક્ષ્મ નિરીક્ષણ અને સુયોગ્ય મૂલ્યાંકન કરીએ તો તો એક જ ખરેખરું વિઘ્ન છે, પરમાત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર. આ વિધ્વનું નિવારણ થઈ જાય, તો બીજું તો, આપોઆપ, એની મેળે જ, પ્રથમ વિનનાં નિવારણનાં પરિણામે જ, દૂર થઈ જાય ! અને આ જ ઉદેશને લક્ષમાં રાખીને, સદ્ગુરુએ, પરમાત્માનાં સ્વરૂપનું નિરૂપણ,
ર૬૮ | વિવેકચૂડામણિ