________________
જન્મ, મૃત્યુ, વૃદ્ધિ, ક્ષય, વિકાર-થી આત્મા સદા-સર્વદા પર રહે છે; જે કાંઈ ફેરફારો શરીરમાં થાય છે, એની કશી જ અસર, શરીર સાથે જ, એમાં જ સતત રહેતો હોવા છતાં, આત્માને થતી નથી; એ તો જેવો હતો અથવા છે તેવો જ, નિર્વિકાર અને અપરિવર્તિત રહે છે. આનું એક જ અને મહામહત્ત્વનું કારણ એ છે કે તે નિત્ય” (નિત્યઃ સન) છે; શરીર અને એની સાથેનું સઘળું ય “અનિત્ય' છે, એટલે અનિત્યનો કશો જ પ્રભાવ નિત્ય(Eternal)પર શી રીતે પડે? આ જ અનુસંધાનમાં, નાતે, પ્તિ, વર્ધતિ - વગેરે અગાઉ નિર્દેશ કરવામાં આવેલા, છ ભાવવિકારો (૫ માવાઈ:)ને “શરીરધર્મો” કહેવામાં આવ્યા હતા, એ નોંધપાત્ર છે.
પાંચ મહાભૂતોમાંનું સર્વત્ર અને સર્વવ્યાપ્ત “આકાશ” (અવકાશ,સ્વર Ether) ઘડામાં પણ (પે, પટે) હોય છે. પરંતુ ઘડો તો શરીર માફક અનિત્ય છે, એટલે જેમ શરીરનું મરણ થાય તેમ, ઘડો પણ ક્યારેક, અવશ્ય, ફૂટી જાય; પરંતુ ઘડો ફૂટી જવા છતાં, એમાં રહેલું આકાશ નાશ પામતું નથી, એ તો વિશ્વમાં રહેલા આકાશમાં ભળી જાય છે, “ઘટાકાશ” મહા-આકાશ, “મહાકાશ' સાથે મળી જાય છે, એનું અસ્તિત્વ તો એવું ને એવું જ રહે છે : ઘટ-નાશ થવા છતાં, આકાશનાશ થતો નથી. એ જ રીતે, શરીર સાથે સદા-વ્યાસ એવો આત્મા પણ, શરીરનાશ થવા છતાં (અમુખિન વપુષિ વિતીયમને પિ), ક્યારેય પણ, ક્યાંય પણ લય પામતો નથી. (જર્વવત્ ન હતી તે).
સંક્ષેપમાં, જન્મ-વ્યાધિ-જરા-મૃત્યુ-પુનર્જન્મ વગેરે શરીર-ધર્મોને, શરીર સાથે જ, શરીરમાં જ રહેલા આત્મા સાથે કશો જ સંબંધ નથી, – એવાં નિરૂપણનું અહીં, “ઘટાકાશ-મહાકાશનાં અસરકારક ઉદહરણ દ્વારા, સફળતાપૂર્વક દઢીકરણ (Corroboration) કરવામાં આવ્યું છે.
શરીરના હણાવા છતાં, આત્મા ક્યારેય હણાતો નથી, એ પ્રકારનાં, આત્માનાં નિત્યત્વનાં આ નિરૂપણનાં મૂળમાં, કઠ ઉપનિષદનો આ મંત્ર રહેલો છે :
ગાયતે પ્રિયતે વા વિપશિ- -
नायं कुतश्विन बभूव कश्चित् । अजो नित्यः शाश्वतोऽयं पुराणो
ન ચ ચમાને શરીરે છે ૨, ૨૮ છે. અને આત્માવિષયક આ વિચારનું મહત્ત્વ એટલું બધું છે કે ગીતા-કારે પણ, માત્ર થોડા શાબ્દિક ફેરફાર કરીને, આ જ મંત્રને પોતાના ગ્રંથમાં (૨,૨૦) તરીકે મૂકી દીધો છે!
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૩૬)
૨૬૪ | વિવેકચૂડામણિ