________________
* એ સ્થળ ક્યાંય દૂર કે અન્યત્ર નથી : એ અહીં જ (ત્ર પવ), આ મનુષ્ય શરીરમાં જ છે; એ સ્થાન એટલે બુદ્ધિરૂપી ગુફા - (ધી-ગુણા). પરંતુ આ કાંઈ જેવો-તેવો, સામાન્ય-પ્રકારનો આત્મા નથી, આ તો અંતરાત્મા છે, પરમાત્મા છે; એના નિવાસ-સ્થાનમાં રજોગુણ-તમોગુણ માટે તો અવકાશ જ ન હોઈ શકે; ત્યાં તો માત્ર સત્ત્વગુણ જ નહીં, એની પણ પ્રધાનતા હોય, એટલે બુદ્ધિરૂપી એ ગુફા પણ સત્ત્વગુણ-પ્રધાન જ (સર્વ-માત્મન) છે; વળી, આત્માનું તેજ કોઈ સ્કૂલ દીપક જેવું અને જેટલું નથી; એ પ્રકાશ એટલે જ જ્ઞાનરૂપી પ્રકાશ, અને તે પણ વ્યાપક-વિશાળ-પ્રચંડ પ્રકાશ (૩પ્રાશ:). પોતાનાં જ્ઞાનરૂપી આ પ્રકાશ વડે (સ્વાન) ને પોતે તો પ્રકાશે જ છે (સ્વયં પ્રવેશતે), પણ સાથે સાથે આ વિશ્વને પણ તે સતત પ્રકાશતો જ રહે છે (દ્દે વિશ્વ પ્રાશયન), અને તે પણ, અલબત્ત, ઊંચે આકાશમાંના સૂર્યની જેમ જ (કાશે ૩વૈઃ રવિવા). પરંતુ વિશ્વને પ્રકાશિત કરવા માટેનું અને પોતાને પ્રકાશવા માટેનું ‘આકાશ’ એટલે? એ “આકાશ' એટલે
જ્યાં સૂર્યચંદ્ર તારાઓ-નક્ષત્રો વગેરે જ્યોતિષ-પદાર્થો (Lumimaries) પ્રકાશી રહે છે તે, સ્થૂલ આકાશ (Sky) નહીં !
તો પછી, એનાં માટેનું જૂદું, અલગ, અનોખું “આકાશ' કયું? બસ, અહીં જ મુદ્દાની વાત (Fundamental fact) આવે છે. આમ તો, આ પણ “આકાશ” જ છે, પરંતુ આ “આકાશ' એટલે આપણે જેને સામાન્ય લોક-પ્રચલિત વાણીવ્યવહાર(Popular Parlour)માં “ગગન (Sky) કહીએ છીએ તે નહીં : પાંચ મહાભૂતોમાંનું “આકાશ' તો “વ્યાકૃત' છે, વ્યક્તિ છે, પૂલ છે; પરંતુ પરમાત્માનું આશ્રયસ્થાન એવું આ “આકાશ તો અ-વ્યાકૃત છે, અ-વ્યક્ત છે, સૂક્ષ્મ(subtle) છે, એટલું જ નહીં પરંતુ, તે તો પેલી સત્ત્વગુણપ્રધાન બુદ્ધિગુફામાંના “કારણ શરીરમાં રહેલું (Situated) છે : બાહ્ય, સ્થૂલ આકાશ “વ્યાકૃત', એ અર્થમાં છે કે એનું
વ્યાકરણ' કરવામાં આવ્યું છે, એટલે કે એને જોઈ-જાણી-સમજી શકાય એવાં સ્કૂલ નામ અને રૂપ આપવામાં આવ્યાં છે, જ્યારે પરમાત્માનાં નિવાસસ્થાન એવાં આ આકાશ'ને નથી કશાં નામ-રૂપ, નથી એ વ્યાકૃત-વ્યક્ત-દશ્ય કે ચૂલ. આ સૂક્ષ્મ આકાશ” એટલે “Ether”, - જે, આ સમગ્ર વિશ્વમાં સર્વત્ર વ્યાપી રહેલું છે, વૈશેષિક-દર્શન પ્રમાણે જે “સાત' પદાર્થો(substances)માંનું એક છે અને જે શબ્દ(sound)-નામક ગુણ'નું આશ્રયસ્થાન substratum છે : રાન્ના મારા.
છાન્દોગ્ય-ઉપનિષદના “દહર-પુંડરીક-વિદ્યા'-નામક પ્રકરણ(૮,૧-૨-૩)માં, આ અવ્યાકૃત “આકાશ અને તેમાં વસી રહેલાં ઈશ્વરીય અંતરાત્માની સવિસ્તર ચર્ચા કરવામાં આવી છે :
यावन् वा अयं आकाशः तावान् एव अन्तर्ह दयः आकाशः उभे अस्मिन् द्यावापृथिवी अन्तरेव समाहिते...॥ જેટલું પ્રસિદ્ધ આ (ભૌતિક) આકાશ (છે), તેટલું જ, (તેથી પણ વધારે)
૨૬૦ | વિવેકચૂડામણિ