________________
ટિપ્પણ – આમ તો, શ્લોકમાંના બધા જ શબ્દો સરળ અને સુગમ છે, અને શબ્દાર્થ-વિભાગમાં, એ સર્વના અર્થો સમજાવવામાં આવ્યા છે, એટલું જ નહીં પરંતુ આ પહેલાંના શ્લોકોમાં એ સર્વનું સવિસ્તર વિવેચન પણ થઈ ગયું છે. માત્ર એક જ વાત પ્રત્યે ગ્રંથકાર સાધકનું લક્ષ ખેંચવા માગે છે; અને તે એ કે પરમાત્મા'નાં સ્વરૂપનું નિરૂપણ શરુ કરતાં પહેલાં, અને માયાનું નિરૂપણ સમાપ્ત કરતાં પહેલાં, અહીં, આ સમગ્ર બ્રહ્માંડમાં બધું જ “અનાત્મા' એટલે જડ છે, એ હકીક્ત સદા યાદ રાખીને, મોક્ષાર્થી, એ સર્વ તરફની કશી પણ આસક્તિથી સંપૂર્ણરીતે દૂર રહે, જેથી એના મોક્ષપ્રાપ્તિ–માર્ગમાં કશો અવરોધ ઊભો થવા ન પામે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૪).
૧૨૫ माया मायाकार्यं सर्वं महदादिदेहपर्यन्तम् ।
असदिदमनात्मकं त्वं विद्धि मुरुमरीचिकाकल्पम् ॥ १२५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
માયા માયાકાર્ય સર્વ મહદાદિદેહપર્યન્ત .. અસદિદમનાત્મક – વિદ્ધિ મમરીચિકાકલ્પમ્ II ૧૨૫ II
શ્લોકનો ગદ્ય અન્વય – માયા મહ-દિ--પર્યત ટું સર્વ માલવિર્ય (जगत्) च मुरु-मरीचिकाकल्पं असत् अनात्मकं च त्वं विद्धि ॥ १२५ ॥
શબ્દાર્થ :- સદ્દગુરુ શિષ્યને આદેશ આપતાં કહે છે કે ફર્વ સર્વ મત મનાત્મવં ર (તિ) 4 વિદ્ધિ મન્ત એટલે અસત્ય, જુઠું, મિથ્યા; અનાત્મવંએટલે આત્મા-વગરનું, અનાત્મા, જડ; આ બધું મિથ્યા અને જડ છે, એમ તું જાણી લે, સમજી લે; “આ બધું” - એટલે શું? સૌ પ્રથમ તો માયા; અને ત્યારપછી માયા - એટલે માયા વડે ઉત્પન્ન થયેલું જગતુ. આ જગતમાં શું શું આવી જાય? મહ-તત્ત્વ(બુદ્ધિ)થી માંડીને સ્થૂળ દેહ સુધીનું બધું જ; આ બધું કોના જેવું (૫) મિથ્યા અને જડ છે? શું એટલે નિર્જળ એવો રણપ્રદેશ; અને કવિતા એટલે મૃગજળ, ઝાંઝવાનાં જળ. વૈશાખ-જેઠ મહિનાના પ્રખર તાપને કારણે, “મરુ' અને “મરીચિકા' બંનેમાં પુષ્કળ જળ છે, એમ તરસ્યાં હરણોને લાગે, ભાસ થાય, પરંતુ હકીકતમાં, ત્યાં જરા પણ જળ હોતું નથી. (૧૨૫).
અનુવાદ – માયા અને મહતતત્વ(બુદ્ધિ)થી માંડીને (ધૂળ) દેહ સુધીનું, માયાથી ઉત્પન્ન થયેલું, આ સમસ્ત(જગત), રણપ્રદેશ અને મૃગજળ જેવું મિથ્યા અને જડ છે, એમ તું જાણી લે. (૧૫)
ટિપ્પણ – આમ તો, સાચો મોક્ષાર્થી એવો સાધક તો, આ બધું જાણતો જ હોય, તે છતાં તે રખેને, ક્યારેક બેદરકાર કે અસાવધ રહે, એવી આશંકાથી,
વિવેકચૂડામણિ | ૨૪૫