________________
અ-‘સત્' કે ખરાબ હોઈ શકે જ નહીં. વળી, ‘સત્' (અલ્ - એટલે ‘હોવું’- એ ધાતુનું વર્તમાન કૃદન્ત) એટલે જ, જે, હંમેશ હોય છે, તે, ‘અસ્તિત્વ’ (Existence). તેનાં નામમાંથી પ્રતીત થતું તેનું આ પાસું પણ તેનાં સ્વરૂપનાં સારાંપણાં(Goodness)નો સંકેત આપે છે. અને એટલે જ, આ શ્લોકમાં, આ સત્ત્વગુણની, જળ જેવી, વિશુદ્ધિ, નિર્મળતા-પવિત્રતા-ની વાત, સૌપ્રથમ કહેવામાં આવી છે (સત્ત્વ વિશુદ્ધ નાવત). ગીતા પણ આ જ વાતનું સમર્થન કરે છે ઃતંત્ર સત્ત્વ નિર્મતત્વાન્ । (૧૪, ૬)
પણ, તો પછી, આ(સત્ત્વગુણ)ની સામે વાંધો શો છે ? શા માટે, તથાપિ શબ્દનો પ્રયોગ ? બસ, એનો એક જ વાંક-ગુનો-અપરાધ, જે કહો તે, એ કે, તે જેની સાથે નિત્ય-સંબંધ-સંપર્કમાં રહે છે તે, - તેના બે નિત્ય-સંગાથી (રજોગુણ અને તમોગુણ !) ‘સારા' નથી ! (તામ્યાં મિલિત્તા). આ રીતે, પોતાનું મૂળભૂત રીતે સારું (સ્ત્) અને શુદ્ધ સ્વરૂપ પણ, પેલા બેનાં ‘અ-સત્' અને અશુદ્ધ સ્વરૂપો સાથે ભળી ગયું હોવાથી, એની સાથે સેળભેળ થઈ ગયેલું હોવાથી,..... આ કારણે, કેવું-શું પરિણામ, આવે છે ? અરે, બહુ ભયંકર પરિણામ, - તે સંસારનું કારણ બને છે (સરળાય પતે) ! અને આ કંઈ જેવી-તેવી વાત છે? સંસારનું કારણ એટલે તો ‘બંધન’, - જે, મોક્ષનું અવરોધ–રૂપ બની રહે ! ભલે ‘સુખ’ અને ‘જ્ઞાનના સંગમાં, પણ સાધકને તે બંધનરૂપ બને છે, એ તો નક્કી !' મુહસંમેન વખાતિ જ્ઞાનસંસ્પેન વાનય ॥ ગીતા ૧૪, ૬ ।।
“જેવી સોબત, તેવી અસર” અને “A man is known by the company, he keeps," - જેવી કહેવતો કંઈ અમથી રચાઈ હશે !
અને આમ છતાં, ‘સારો’ પદાર્થ (અને સારો માણસ પણ !) પોતાનું જન્મજાત સારાપણું છોડતો નથી, એટલે એનું “સત્’-કાર્ય” તો ચાલુ જ રહે છે, - એ એની જં ‘ઊજળી બાજુ' છે ! A saving grace !
-
શી છે એની એ ‘ઊજળી બાજુ' ? એ જ, કે તે સમસ્ત જડ પદાર્થોને પ્રકાશિત કરે છે (અહિનું નવું પ્રાશયતિ ). એ, વળી, કેવી રીતે ? જીવાત્મા સત્ત્વગુણસભર હોય ત્યારે, એની સાત્ત્વિક બુદ્ધિમાં ‘આત્મા'નું પ્રતિબિંબ પડે છે, (યંત્ર ઞાત્મનિમ્નઃ પ્રતિનિશ્ર્વિત: સન્), તેથી તે બુદ્ધિ ચૈતન્યપૂર્ણ અને જ્ઞાનમય બને છે, અન્યને, એના સંપર્કમાં આવનાર ‘જડ’ જેવા પદાર્થોને, ઇન્દ્રિયોને પણ પોતાના જેવાં જ, પ્રકાશિત કરી રહે છે ! ગીતાએ પણ ‘સત્ત્વગુણ' માટે, પ્રાશ અને અનામયમ્ જેવા સમુચિત શબ્દો પ્રયોજ્યા છે (૧૪,૬). આ બંને વિશેષણો પર્યાપ્ત રીતે સૂચક (significant) છે : શાસ્ત્રોમાં પણ ‘પ્રકાશવું' એટલે જ ‘જાણવું'. ‘પ્રકાશ' એટલે જ ‘જ્ઞાન'; અને અનામય એટલે ‘સ્વસ્થ’-(Healthy) અને સ્ફુર્તિમય(Gleaming, Glittering, Shining).
:
કોઈ પણ મનુષ્ય કેટલો જ્ઞાની અને સમજદાર છે, એની માત્રા, એનું પ્રમાણ, એનાં બુદ્ધિધટક એવા સત્ત્વગુણની વિશુદ્ધિની માત્રા પર આધાર રાખે છે. ૨૩૬ / વિવેકચૂડામણિ