________________
સંસાર; । - જે સતત સર્યા કરે, અણુઅટક્યો ચાલ્યા જ કરે તે ‘સંસાર’ ! ‘સંસાર’ અને સાંસારિક જીવનનાં સ્વરૂપને હૂબહૂ સમજાવતી કેવી સુંદર વ્યુત્પત્તિ ! નિન એટલે મૂળ કારણ; ‘આવૃતિ' (આવરણ), - તે શક્તિ છે, જે મનુષ્યના સંસારનું મૂળ કારણ છે; અને આ શક્તિ વિશે બીજું જે યાદ રાખવા જેવું છે તે આ છે : સા વિક્ષેપશઃ પ્રસરણ્ય અપિ હેતુઃ (અસ્તિ) । પ્રસરી એટલે વિસ્તાર, વિસ્તરણ, ફેલાઈ જવું તે, પથારો; રજોગુણની પેલી પૂર્વક્ત ‘વિક્ષેપશક્તિ’ના પ્રસરવાનું કારણ પણ આ ‘આવૃતિ'-શક્તિ જ છે.
અહીં પણ ‘પુરુષ’-શબ્દ ‘મનુષ્ય’ અથવા ‘જીવાત્મા’ના અર્થમાં પ્રયોજાયો છે, એ નોંધપાત્ર છે. (૧૧૫)
અનુવાદ :– જેના વડે વસ્તુ (મૂળ કરતાં) વિપરીત ભાસે છે તે, ‘આવરણ’નામની, તમોગુણની શક્તિ છે; આ તે જ શક્તિ છે, જે, મનુષ્યના સંસારનું મૂળ કારણ છે, અને (રજોગુણની પેલી) ‘વિક્ષેપ’-શક્તિના વિસ્તારનું પણ કારણ છે. (૧૧૫)
ટિપ્પણ :– મુમુક્ષુના માર્ગમાં અવરોધરૂપ એવી, રજોગુણની ‘વિક્ષેપ’-શક્તિનાં કાર્યની વાત, આ પહેલાં, કહેવાઈ; માયા તો ત્રિગુણાત્મિકા છે જ; એટલે તેના તમોગુણની એક શક્તિ, - ‘આવૃતિ’(આવરણ)નું સ્વરૂપ, સાધકના માર્ગમાં વિઘ્નરૂપ બનતું એનું કાર્ય, અહીં સમજાવવામાં આવ્યું છે :
· મનુષ્યનાં મનમાં ભ્રમણા, ભ્રાંતિ ક્યારે ઉત્પન્ન થાય છે ? જે કંઈ તે જુએ, તે તેનાં મૂળ સ્વરૂપમાં ન દેખાય, પરંતુ સાવ જૂદા જ, વિપરીત, સ્વરૂપે દેખાય ત્યારે, તેને તે વસ્તુ વિશે ભ્રમ ઊભો થાય છે. હતું તો મૂળ દોરડું જ, પણ રાતનાં અંધારાનાં કારણે, દોરડાંનું મૂળ દોરડું-સ્વરૂપ, અંધારાંનાં કારણે, ઢંકાઈ ગયું, ‘આવૃત’ થઈ ગયું અને જે પોતે તે ન્હોતું, એવાં સાપનાં સ્વરૂપે, માણસને દેખાયું - ‘ભાણ્યું’, અને પરિણામે દોરડું જોનાર માણસના મનમાં સાપ વિશેનો ભ્રમ ઉત્પન્ન થયો.
માયાનાં સ્વરૂપનાં નિરૂપણમાં, એને ‘અવિદ્યા’ પણ કહેવામાં આવી છે. વિદ્યાની વિરોધી, વિદ્યા ન હોય તે, અવિદ્યા. માયાનું ત્રિગુણાત્મક સ્વરૂપ પણ આ અવિદ્યા વડે પ્રભાવિત થયેલું હોવાથી, તમોગુણ પર પણ તે છવાયેલી જ રહે છે. અને પરિણામે, તમોગુણની ‘આવરણ’(આવૃત્તિ)- શક્તિ ઉત્પન્ન થાય છે, જેના વડે મૂળ વસ્તુ તે આત્મા, આત્મા-સ્વરૂપે નહીં પણ અનાત્મા-રૂપે દેખાય છે. આ આવરણશક્તિ આત્માને ઢાંકી દે છે, તેથી દોરડાંને બદલે જેમ સાપનો આભાસ થયો તેમ, અહીં આત્માને બદલે અનાત્માનો ભાસ થયો. અંધારું દૂર થાય અને પ્રકાશ મળે ત્યારે, જેમ સત્યનો ભ્રમ કે આભાસ પણ દૂર થાય, દોરડું એનાં, મૂળ સ્વરૂપે દેખાય, તેમ અહીં પણ જ્ઞાનનો ઉદય થાય, એટલે અજ્ઞાન અથવા અવિદ્યાનું નિવારણ થાય અને આત્માનાં મૂળસ્વરૂપનાં દર્શન થાય !
પરંતુ ‘જ્ઞાન' એટલે કે વિદ્યાનો ઉદય થાય તે પહેલાં તો, ‘અવિદ્યા’નું સામ્રાજય ! અવિદ્યા તમોગુણ પર પોતાનું આરોપણ કરી દે, અને એનાથી સર્જાય, વિવેકચૂડામણિ / ૨૨૭