________________
આ સિદ્ધાંત, આમ તો, એવો શાશ્વત-કક્ષાનો છે કે તેને કશાં પણ ઉદાહરણનાં સમર્થનની જરૂર નથી, તેમ છતાં આવું એક લૌકિક ઉદાહરણ પર્યાપ્ત બનશે : એક વ્યક્તિને ગળ્યું ખાવાનો બહુ શોખ છે, ગળ્યા પદાર્થો તે મનભર રીતે, પેટ ભરીને, ખાધા કરે છે. પરંતુ આમ કરતાં તે ડાયાબિટિસ-રોગનો ભોગ બને છે, અને ડૉક્ટર તેને ગંભીર ચેતવણી આપી દે છે કે “જો અન્ય અનેક રોગોના ભોગ બનીને મોતને નોતરે ન આપવું હોય તો હવે ખાંડ(sugar) સદંતર બંધ કરી દો ! હવે આવી પરિસ્થિતિ પછી, આ ભાઈસાહેબને “મધુર-રસ' કેટલો “પ્રિય રહે ? અરે, “પ્રિયની ક્યાં વાત કરો છો ? એ રસનાં ઉલ્લેખ અને દર્શન સુદ્ધાં એને માટે “અપ્રિય થઈ પડે છે !
‘વિષય’નાં ‘પ્રિયત્વ'ની, બસ, આટલી જ મર્યાદા !
અને “આત્મા ! એનાં “પ્રિયત્વનું પ્રયોજન ક્યાંય, આખાયે બ્રહ્માંડમાંયે, ક્યાંયે શોધ્યું જડે ખરું ? અને શોધવાની જરૂર પણ ખરી ?
બૃહદારણ્યક-ઉપનિષદમાં(૪,૫,૬) મહર્ષિ યાજ્ઞવક્ય પોતાની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયીને “આત્માનું સનાતન પ્રિયત્વ સમજાવતાંદષ્ટાંતોનું એક લાંબુ લિસ્ટ આપે છે, તેમાંનાં માત્ર આટલાં જ બસ થશે :
પતિ પત્નીને શા માટે પ્રિય હોય છે ? પત્ની પતિને શા માટે પ્રિય હોય છે ?
પુત્રો માતાપિતાને શા માટે પ્રિય હોય છે ? આ પ્રશ્નોનો ઉત્તર માત્ર એક જ,
आत्मनस्तु कामाय पतिः प्रियः भवति ।
आत्मनस्तु कामाय जाया प्रिया भवति । • માનતું વીમાય પુત્ર: પ્રિયા મવતિ | - પતિ, જાયા(પત્ની), પુત્રો – એ સર્વ માત્મા-નાં પોતાનાં સુખને કારણે પ્રિય બને છે!
અને પછી તો, માત્માનાં પોતાનાં સુખનો, સમુચિત ઉપસંહાર કરતાં, યાજ્ઞવક્ય, આ લિસ્ટમાં, સર્વ-ને, આ રીતે, સાંકળી લેતાં કહે છે :
न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति ।
आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति ॥ વિદ્યારણ્ય-સ્વામીએ પણ, પંચદશી(૧૨,૬૦)માં, આ જ શાશ્વત સત્યનું, પોતાની રીતે, આ પ્રમાણે, સમર્થન કર્યું છે :
ધન કરતાં પુત્ર પ્રિય, પુત્ર કરતાં પોતાની જાત, પોતાની જાત કરતાં ઈન્દ્રિયો, ઇન્દ્રિયો કરતાં પ્રાણ, અને પ્રાણ કરતાં પણ, વ્યક્તિને, પોતાનો “આત્મા સૌથી વધારે પ્રિય હોય છે.” :
वित्तात् पुत्रः प्रियः, पुत्रात् पिंडः, पिंडात्तथेन्द्रियम् । इन्द्रियाच्च प्रियः प्राणः, प्राणादात्मा परः प्रियः ॥
" વિવેકચૂડામણિ | ૨૦૯ ફર્મા - ૧૪ :
મા"