________________
અનુવાદ – જેના આધારે પુરુષનો (એટલે કે જીવાત્માનો) સંપૂર્ણ બાહ્ય સંસાર-વ્યવહાર ચાલે છે તે, ગૃહસ્થનાં ઘર જેવું જ, આ સ્થૂળ શરીર છે, એમ સમજી લે. (૯૨).
ટિપ્પણ – પેલા છ ભાવ-વિકારો(પદ્માવવિશ્વા:)માંના ગાયતે પછી, એટલે કે જન્મ પછી, જીવાત્મા(એ પોતે તો નિરાકાર હોવાથી)ને રહેવા માટે કોઈક આશ્રય તે જોઈએને? એ આશ્રય એટલે જ આ “શૂલ શરીર', અગાઉ કહ્યું તેમ, એનું “ભોગાયતન”. પરણ્યા પછી, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા પછી, ગૃહસ્થ વ્યક્તિનાં માટે, સંસાર-વ્યવહાર ચલાવવા માટે જેવું ઘર, એવું જ, જીવાત્મા માટે, સંપૂર્ણ બાહ્ય સંસારની પ્રતિતિ માટે, આ સ્કૂલ શરીર છે, જેમાં અહંભાવ કેળવીને, જેમાં હું અને “મારું” એવા મમ-ભાવની ભાવના ઊભી કરીને, જેનો હું “અભિમાની” બનીને, તે પોતે વિવિધ ભોગો ભોગવે છે. - અહીં પણ, અગાઉના “નર” શબ્દની જેમ, જીવાત્મા માટે “પુરુષ” શબ્દ પ્રયોજયો છે તે, સૂચક છે.
શ્લોકનો છંદ : અનુપુપ (૯૨) - ૯૩ स्थूलस्य संभवजरामरणानि धर्माः
દુવિધા. શિશુતાદ્યવસ્થા वर्णाश्रमादिनियमा बहुधा यमाः स्युः
पूजावमानबहुमानमुखा विशेषाः ॥ ९३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - સ્થૂલસ્ય સંભવજરામરણાનિ ધર્મા
સ્થૌલ્યાદયો બહુવિધાઃ શિશુતાધવસ્થાઃ | વર્ણાશ્રમાદિનિયમા બહુધા યમાઃ સ્યુ
પૂજાવમાનબહુમાનમુખા વિશેષાઃ || ૯૩ | શ્લોકનો ગદ્ય અન્વય – (ક) ઘૂસ્ય(શરીર) સંધવ-નર-મરાન, સ્થા-બાય ધર્મો, બહુવિધા: શિશુતા-ગર-અવસ્થા: (), वर्णाश्रमादिनियमाः यमाः (च) बहुधा स्युः, पूजावमानबहुमानमुखाः विशेषाः (च)
| શબ્દાર્થ – મોક્ષાર્થી સાધક પોતાનાં સ્થૂલ શરીરનાં મૂળભૂત-મૌલિક (Original, Fundamental) સ્વરૂપને બરાબર સમજે, ઓળખી લે, અને તેનાં પરિણામે, એના પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા (Indifference, Apathy) કેળવે, એવા શુભ ઉદેશથી, મનુષ્યનાં સાંસારિક જીવનમાં, આ સ્થૂલ શરીર સાથે, એની
વિવેકચૂડામણિ | ૧૮૩