________________
કરવાનું છે ? એ પણ, એ બધાં “અમૃત” હોય (પીયૂષવતુ) એ રીતે, અને રોજેરોજ (નિત્યમ્) અને આદરપૂર્વક, એમને પૂરેપૂરું માન આપીને(આવરાત્). (૮૪)
અનુવાદ :— જો તને, ખરેખર મોક્ષની આકાંક્ષા હોય તો, ‘વિષયો’ને, ઝેરની જેમ, ખૂબ દૂરથી જ, છોડી દે; અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, ‘શમ' અને ‘દમ’નું, અમૃતની માફક, રોજેરોજ, આદરપૂર્વક સેવન કર. (૮૪)
ટિપ્પણ :– અહીં પણ, પૂર્વવત્, ‘વિષયો’ના ત્યાગની જ વાત છે, અને તે પણ, “મણિરત્નમાળા”ની ભલામણ મુજબ, તે “વિષયો’” ‘વિષ’ જેવા, ત્યાગકરવા જેવા, હોય એવી તિરસ્કાર-ભાવનાથી ત્યજવાના છે; પરંતુ આવો ‘ત્યાગ’ પણ પૂરતો નથી : ત્યાગની આ પ્રક્રિયા પર પૂરતો ‘ભાર' (Emphasis) મૂકવા માટે ઊમેર્યું કે ગતિપૂરાત્, મુમુક્ષુની સમીપ પેલા વિષયો આવે તે પહેલાં જ, ખૂબ દૂરથી જ, તેમને છોડી દે ! - “તને તો, બાપ ! નવ-ગજના નમસ્કાર !” - એવી નફરતના ભાવથી !
પરંતુ આ શ્લોકમાં, શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યું છે તેમ, આ ત્યાગ, પૂરેપૂરો સફળ અને સાર્થક નીવડે તે માટે, સંતોષ વગેરે સદ્ગુણોનું સેવન કરવાનો, વધારાનો, એક આદેશ આપવામાં આવ્યો છે : મન ।
આ ‘ત્યાગ’ અને ‘સેવન,- એ બંને પ્રક્રિયાઓ કેવી પરસ્પર-વિરોધી અને સામસામી દિશાની છે, એ હકીકત, શિષ્યનાં મગજમાં જડબેસલાક પ્રસ્થાપિત થઈ જાય છે, તે માટેનો આ કોઠો(Table), શ્લોકમાંથી, આપોઆપ, ઉપસી આવે છે ઃ
“ત્યાગ” (ચન)
વિષયોને (વિષયાન) ઝેરની જેમ (વિષે યથા) અતિદૂરથી (અતિતૂરાત્)
“સેવન” (મન)
સંતોષ વગેરેને (તો.... વાન્તી:) અમૃતની જેમ (પીયૂષવદ્) રોજેરોજ (નિત્યું) અને આદરપૂર્વક (આવાત્)
શ્લોકનો છંદ : ઉપજાતિ (૮૪)
૮૫
अनुक्षणं यत् परिहृत्य कृत्य-मनाद्यविद्याकृतबन्धमोक्षणम् ।
देहः परार्थोऽयममुष्य पोषणे
યઃ સખ્ખતે સ: સ્વમનેન ઇન્તિ ॥ ૮૫ ||
શ્લોકનો ગુજરાતી પાઠ :
અનુક્ષણું યત્ પરિહત્ય કૃત્ય-મનાવિદ્યાકૃતબંધમોક્ષણમ્ ।
દેહઃ પરાર્થીડયમમુષ્ય પોષણે
યઃ સજ્જતે સઃ સ્વમનેન હન્તિ | ૮૫ ॥ ૧૭૦ | વિવેકચૂડામણિ