________________
શ્લોકનો ગદ્ય અન્વય – વિષય: Mવિષાર્ પ રોષે તીવ્ર (अस्ति), विषं भोक्तारं (एव) निहन्ति; अयं(विषयः तु) चक्षुषा दृष्टारं अपि ( નિત્ત) || ૭૧ |
શબ્દાર્થ - વિષય:-“શબ્દ' વગેરે વિષયવાસના; રોષેખ તીવ્ર: (મતિ) - દોષની બાબતમાં, એની દુષ્ટતા વિશે, તીવ્ર ગતિ. - અહીં તીવ્ર શબ્દને “અધિક્તાદર્શક'(comparative degree) અર્થમાં, તીવ્રતાના અર્થમાં, સમજવાનો છે : વધારે “તીવ્ર' છે, સવિશેષ “કાતિલ', વધારે વિનાશક છે; કોના કરતાં ?
Maઈવિષાર્ પિ - કાળા સાપનાં ઝેર કરતાં પણ વધારે તીવ્ર, કાતિલ, વિનાશક) ! બધી જાતનાં ઝેરોમાં, કાળા સાપનું ઝેર સૌથી વધારે વિનાશક હોય છે. અને આ વિષય(વાસના) તો, એની વિનાશકતાની બાબતમાં, પેલા કાળા સાપનાં ઝેર કરતાં પણ વધારે વિનાશક છે. એનો અર્થ જ એ થયો કે વિનાશકતાની બાબતમાં, જો કોઈ પદાર્થ વધારેમાં વધારે વિનાશક હોય તો, તે એક જ, “વિષય જ છે!
પરંતુ આવાં વિધાનનું સમર્થન ? આનો કશો પુરાવો ? કશી સાબિતી ? તૈયાર જ છે ! કેવી રીતે ? ઝેર, કરી-કરીને, શું કરી શકે ? બહુ-બહુ તો, એને ખાનારને (પો, એટલે કે પીનારને) તે ઝેર(વિવું) હણી નાખે છે, મારી નાખે છે (હિતિ), જ્યારે આ (રય વિષય: તુ) તો, તેને, તે વિષયને, નજરથી જનારને પણ (વધુણા છાર પિ) હણી નાખે છે (નિતિ) ! (૭૯)
અનુવાદ – વિષયવાસના, દોષની બાબતમાં, કાળા સાપનાં ઝેર કરતાં પણ વધારે વિનાશક છે : ઝેર તો, એને ખાનાર(પીનાર)ને જ હણે છે, જ્યારે આ (વિષયવાસના) તો, એને આંખથી જોનારને પણ હણે છે. (૭૯)
ટિપ્પણ – વિનાશકતાની બાબતમાં, અહીં, આ શ્લોકમાં, વિષય-વાસનાને સૌથી વધારે વિનાશક તરીકે નિરૂપવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ એનું પ્રતીતિજનક સમર્થન પણ કરવામાં આવ્યું છે : કાળા સાપનાં ઝેરની વિનાશકતાની માત્રા (degree) કેટલી ? એ ઝેર જે કોઈ પીએ તેને, અથવા એ સાપ જેને કરડે તેને જ, એ ઝેર હણી શકે ! આથી વધારે કશું એ, - કાળા સાપનું ઝેર - પણ, ન કરી શકે. એની વિનાશકતાની મર્યાદા અહીં આવી જાય : એ ઝેર જેણે પીધું ન હોય, અથવા કાળો સાપ જેને કરડ્યો ન હોય, તેની પાસે એ ઝેરનું કશું ન ચાલે, ત્યાં તે ઝેર પણ તદન “લાચાર' બની જાય, પેલો માણસ સંપૂર્ણ રીતે સલામત (safe) રહે.
પરંતુ આ શબ્દાદિ વિષયો તો, કાળા સાપનાં વિષ કરતાંયે, તીવ્રતા- . કાતિલપણાની દૃષ્ટિએ, ચઢી જાય !
એ વળી કેવી રીતે ? બે જ ઉદાહરણો બસ(Enough) થશે :
વિવેકચૂડામણિ | ૧૬૧ ફર્મા - ૧૧