________________
કૈમુતિક-ન્યાય પ્રમાણે, મનુષ્ય માટે તો, - જો તે પોતાની બુદ્ધિશક્તિથી સભાનસ્વસ્થ રહીને-થઈને, પેલી માનવસહજ વિષયવાસનાઓનાં પ્રલોભનથી અનાસક્ત ન રહે તો, - તો... તો એનો વિનાશ તો નિશ્ચિત જ છે ! એના માટે અન્ય કશો તરણોપાય શક્ય જ નથી !
શંકરાચાર્યે અહીં વિષયોની વિનાશકતાનું નિરૂપણ અત્યંત પ્રભાવક પ્રકારે કર્યું છે; અને સાધકને એનાથી દૂર રહેવા સૂચવ્યું છે; પરંતુ “મણિરત્નમાલા”માં તો, “ઝેરથી પણ વધારે કાતિલ ઝેર ક્યું ?” – એવો પ્રશ્ન પૂછીને (વિષાપિ વિષે લિમ્ ?), ત્યાં જ ઉત્તર અપાયો છે કે - “બધા જ વિષયો !” - (વિષયા: સમસ્ત: |). અને તેથી “અષ્ટાવક્રગીતા”માં એવો સીધો જ આદેશ અપાયો છે કે “જો તું મુક્તિ ઇચ્છતા હો તો, શબ્દ-આદિ વિષયોને ઝેર સમજીને છોડી દે !”
मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत् त्यज ।
પરંતુ સામાન્ય સંસારી મનુષ્યની વાત જવા દઈએ, વેદાન્ત-વિદ્યાના અધિકારી અને મુમુક્ષુ એવા સાધક માટે તો વિષયવાસનાની આ નિંદા તો, “લાલબત્તી'(Red light)સમી જ બની રહેવી જોઈએ : એ “સાવધાન'(Alert) રહે, એ માટેની આ ચેતવણી' સમયસરની (Timely precaution) બની રહેવી જોઈએ !
આ શ્લોકમાં આચાર્યશ્રીએ નિરૂપેલી ખૂબી, બે કારણે, નોંધપાત્ર બની રહે છે; - ભગવાનનાં મુખમાં મૂકી હોય તો આ પ્રમાણે :
એક તો, એમાં મનુષ્ય માટે મારી બહુ મોટો પડકાર(Challenge) છે: જો જે હોં, જરા પણ ગાફેલ રહીશ તો, પેલાં પશુપંખીઓ કરતાં, તારા માટે તો, અધઃપતનનું ‘પાંચ-ગણું જોખમ છે !”
બીજું, એ જ પડકારને પહોંચી વળવાની એક સ્પેશ્યલ શક્તિ, – વિવેકબુદ્ધિ (Discretion) - પણ મેં તને, તને એકને જ, આપી છે !”
હવે, સંસારમાં કેમ વર્તવું, એનો આધાર તારા પર જ છે, કારણ કે જો વિવેકભ્રષ્ટ' થઈશ તો, સ્વર્ગમાં હતી તે ગંગાની માફક, તારો પણ “શતમુખ વિનિપાત નિશ્ચિત જ છે !” – વિવેવલપટ્ટાનાં મવતિ વિનિપાત: તિમુaઃ (ભર્તુહરિ : “નીતિશતક')
શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૮)
૭૯ दोषेण तीव्रो विषयः कृष्णसर्पविषादपि ।
विषं निहन्ति भोक्तारं दृष्टारं चक्षुषाप्ययम् ॥ ७९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
દોષણ તીવો વિષયઃ કૃષ્ણસ"વિષાદપિ | વિષે નિહત્તિ ભોક્તાર દષ્ટાર ચક્ષુષાણયમ્ ૭૯ II
૧૬૦ | વિવેકચૂડામણિ