________________
મું: (તે) પદ્મ, પશ્ચમિ: શાવિમિ: પદ્મત્વ આપુ: (તત:) પશ્ચમિ; (શવ્વાલિમિ: બદ્ધ:) अञ्चितः नरः किम् ? (किं ईदृशः नरः पञ्चत्वं न आप्नोति ? અવશ્ય વ્ ઞપ્નોતિ ) | ૭૮ ॥
શબ્દાર્થ :- । - હરણ, મૃગ; માતંī - હાથી; પતં પતંગિયું; મીન માછલું; વૃં। - ભમરો; આ પાંચ(૪) પશુ-પંખીઓ કેવાં છે ? સ્વભુપેન વઠ્ઠા: પોતપોતાના ગુણાનુરાગને કારણે બંધાયેલા, આસક્ત; એ પાંચ ગુણો કયા છે ? પદ્મમિ: શબ્દાિિમ: (વદ્ધા:) આ પાંચ પશુ-પંખીઓ, બંધાયેલા-આસક્ત થયેલા છે, અનુક્રમે, શબ્દ, સ્પર્શ, રૂપ(તેજ), રસ(આસ્વાદ) અને ગંધ, - એ પાંચ વિષયો(તન્માત્રાઓ)માંથી માત્ર એક-એક વિષયમાં આસક્ત થયાં છે, થાય છે; - તે આ રીતે : હરણ (7) પોતાની કર્ણેન્દ્રિય દ્વારા શબ્દ એટલે કે અવાજ સાંભળીને બદ્ધ બને છે; હાથી (માતંગ) પોતાની ત્વક્ (ચામડી) ઇન્દ્રિય દ્વારા હાથણીના સ્પર્શથી ગાંડો-ઘેલો થાય છે અને ફસાય છે : પતંગિયું (પતંગ) પોતાની આંખો વડે દીવાનાં તેજ(પ્રકાશ)માં આસક્ત બનીને બળી મરે છે; માછલું (મીન) રસનેન્દ્રિય (એટલે કે જીભ) દ્વારા રસ (એટલે કે આસ્વાદ, ખાવા)ના લોભમાં ફસાય છે; અને ભમરો - (સ્મૃન) પ્રાણેન્દ્રિય (નાક) દ્વારા કમળપુષ્પની ગંધ પ્રત્યે આકર્ષાય છે અને કમળમાં બિડાઈ જાય છે.
-
-
-
पञ्चत्वं आपुः મરણ પામે છે, નાશ પામે છે; મૃત્યુવશ થાય છે; પાંચ મહાભૂતોનું શરીર એ જ પાંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય, એટલે મૃત્યુ. આથી, પંચત્વની પ્રાપ્તિ, એટલે મૃત્યુ, એવો રૂઢિપ્રયોગ(Idiom) સંસ્કૃત ભાષામાં પ્રચલિત થયો. આ પાંચ પશુ-પંખીઓ તો શબ્દ વગેરે પાંચ વિષયોમાંના માત્ર એક-એક વિષય (નુખ) પ્રત્યેની પોતાની જન્મજાત-સ્વભાવગત આસક્તિનાં કારણે (હરણ-શબ્દ; હાથી-સ્પર્શ, પતંગિયું-રૂપ, માછલું-રસ અને ભ્રમર-ગંધ, - એ રીતે) મૃત્યુ પામે છે.
-
તો પછી, - ‘તો પછી (તતઃ)' શું ?
“તો પછી” - એ જ કે માણસ (નર) તો પેલા પાંચ-પાંચ (પદ્યમિ:) વિષયો (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) પ્રત્યે આસક્તિ ધરાવે છે (મિ: અશ્ચિત: મસ્તિ !) અશ્ચિતઃ - આસક્ત-બદ્ધ-ફસાયેલો; પેલાં બાપડાં પાંચ પશુ-પંખીઓ તો, પાંચ વિષયોમાંથી, ઉપર જણાવ્યું તેમ, એક-એક વિષય પ્રત્યેની આસક્તિની નબળાઈ જ ધરાવે છે અને છતાં એનાં પરિણામે મૃત્યુ પામે છે, તો પછી પાંચે-પાંચ વિષયો પ્રત્યેની એકસામટી આસક્તિની નિર્બળતા ધરાવનાર મનુષ્યનું શું ? મ્િ ? સવાલ સાવ તર્કબદ્ધ, સહેલો અને સાચો જ છે :
આવો મનુષ્ય તો મૃત્યુનો ભોગ બને જ ને ?
જેવો ‘સવાલ', એવો જ ‘જવાબ' પણ સાવ સાદો-સીધા જ છે. ૧૫૮ | વિવેકચૂડામણિ