________________
૭૩
यद् बोद्धव्यं त्वयेदानीमात्मानात्मविवेचनम् ।
तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय ॥ ७३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ય બોદ્ધવ્ય ત્વયેદાનીમાત્માનાત્મવિવેચનમ્ |
તદુચ્યતે મયા સમ્યક કૃતાત્મન્યવધારય / ૦૩ /
શ્લોકનો ગદ્ય અવય - વયા દ્વાની ય વોડ્યું - માત્માનાત્મિવિવેચન, - तद् मया उच्यते, (तद्) सम्यक् श्रुत्वा, (त्वं) आत्मनि अवधारय ॥ ७३ ॥
શબ્દાર્થ - રૂલાન - હવે, આગળ; વયા ય વાદ્ધવ્ય – તારે જે જાણવાનું રહે છે, જાણવું જોઈએ; શું જાણવાનું રહે છે તેવો દ્વવ્યમ)? માત્મ-મનાત્મવિવેચનમ્ - “આત્મા' અને “અનાત્માનું વિવેચન, એ બંને વચ્ચેનો તફાવત - ' ભેદ, એ બે વચ્ચેનો “વિવેક'. ત૬ મયા ૩ષ્યત | તે હું તને કહું છું. ત૬ સભ્ય શ્રવા - તેને તે સારી રીતે, સ્થિરબુદ્ધિપૂર્વક, એકાગ્રચિત્તે, ધ્યાનપૂર્વક (સઅવ) સાંભળીને, સાંભળ્યા પછી; પછી શું કરવાનું છે? (ત ત્વ) માન અવધાર) તેને તું મનમાં-હૃદયમાં, અંતઃકરણમાં (બાત્મનિ), ધારણ કર, ગ્રહણ કર. (૭૩)
અનુવાદ :- આત્મા અને અનાત્મા વચ્ચેનો તાત્વિક તફાવત તારે જાણવાનો છે, તે હવે હું તને કહું છું; તેને સારી પેઠે સાંભળીને, તું તેને તારાં અંતઃકરણમાં બિરાબર ધારણ કર. (૭૩)
ટિપ્પણ – પોતાના ઉપદેશમાં અત્યાર સુધી રહી ગયેલી, પરંતુ શિષ્ય માટે જે મહત્ત્વની અને જાણવી અનિવાર્ય(વૌવ્યો છે, તે હવે ગુરુજી શિષ્યને જણાવે છે. આ પહેલાં બ્રહ્મસાક્ષાત્કારનાં, “શમ-દમ'- તિતિક્ષા-વૈરાગ્ય” વગેરે જે બહિરંગ’ સાધન વિશે ગુરુજીએ ઉલ્લેખ કર્યો હતો, તેમાં મહત્ત્વનું એક બહિરંગ” સાધન રહી ગયું હતું. એ સાધન એટલે “વિવેક”. વેદાન્ત-દર્શન પ્રમાણે “આત્મા નિત્ય, શાશ્વત, સ્થિર, અમર્ય, ચૈતન્યપૂર્ણ, અવિનાશી, અનન્ત, અક્ષય અને અક્ષર છે. આ સમગ્ર બ્રહ્માંડમાં બાકીનું બધું જ, ખુદ બ્રહ્માંડ સુદ્ધાં, અનિત્ય, મર્ય, વિનાશશીલ, જડ, અસ્થિર, ક્ષર અને સ-ક્ષય, સાન્ત (સ+અંત) છે. એનો અર્થ એ થયો કે આત્મા’ સિવાયનું સઘળું જ, “આત્મા ન હોવાથી, “અનાત્મા છે. આત્મા-અનાત્મા, જડ-ચેતન, સાન્ત-અનન્ત, નિત્ય-અનિત્ય, ક્ષર-અક્ષર વચ્ચેના ભેદ(distinction)ની પાકી સમજ મુમુક્ષુને હોવી અનિવાર્ય (Indispensable) છે. આ ભેદ માટેનો પારિભાષિક શબ્દ છે, - “વિવેક”, જેની પાકી, પૂરી સમજ વગર, મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય જ નહીં. તેથી, આ “વિવેકનું તત્ત્વ શિષ્યનાં મનમાં ઠસાવવા, ગુરજી તેને સાવધાનતાપૂર્વક સાંભળવા-સમજવા-ગ્રહણ કરવા અનુરોધ કરે છે.
શ્લોકનો છંદ : અનુક્રુપ (૭૩).
૧૫૦ | વિવેકચૂડામણિ