________________
વચ્ચેના એક તબક્કામાંથી પસાર થવાનું રહે છે, - જો કે એ પણ એક વિરલ લાભ છે, તે શું છે ? અવિવરૂં પરં સ્ત્ય,- પરં એટલે બ્રહ્મ, પરમાત્મા; કેવા છે એ પરમાત્મા ? કેવું છે એ બ્રહ્મ ? અવિત્ત્ત, - નિર્વિકલ્પ, એટલે કે જ્યાં કશાં ભેદઆશંકા-અનિશ્ચિતતા ન હોય, જ્યાં જીવ-શિવનું સંપૂર્ણ ઐક્ય હોય, એવું બ્રહ્મ; ત્ય, આવા બ્રહ્મને પામીને, પામ્યા પછી. બસ, પહેલો આ લાભ મળે અને પછી નિર્વાણસુખનો, મોક્ષસુખનો લાભ મળે. (૭૨)
-
અનુવાદ :— પછી મુનિએ, શ્રુતિ-વાક્યોનું ‘શ્રવણ’, એનું જ મનન' અને આત્મતત્ત્વનું નિત્ય-નિરંતર, લાંબા સમય સુધી ‘નિદિધ્યાસન' કરવું જોઈએ; ત્યારપછી તે વિદ્વાન(મુનિ) નિર્વિકલ્પ બ્રહ્મને પામીને, અહીં જ મોક્ષસુખ સુપેરે અનુભવે છે. (૭૨)
ટિપ્પણ :– શિષ્યના સૂત્ર” જેવા પ્રશ્નોનું, ગુરુજીનું પ્રત્યુત્તર-‘ભાષ્ય’ અહીં પણ ચાલુ જ છે.
આ પહેલાંના શ્લોકમાંની ગુરુ-આજ્ઞા શિષ્ય આચારિત કરે, ત્યારપછી એને શું કરવાનું છે અને તેના અંતે તેને શી અનુભૂતિ થશે, એની વીગતો આ શ્લોકમાં આપવામાં આવી છે.
વેદાન્ત-દર્શનનાં સાધનો બે પ્રકારનાં છે : બહિરંગ’ એટલે બાહ્ય, બહારનાં અને ‘અંતરંગ’ એટલે આંતરિક, અંદરનાં; ગયા શ્લોકમાં વૈરાગ્ય’, ‘શમ’, ‘દમ’, ‘તિતિક્ષા’,- વગેરે જે સાધનો ગુરુજીએ, મોક્ષપ્રાપ્તિ માટેનાં, ગણાવ્યાં હતાં, તે બધાં “બહિરંગ” સાધનો હતાં. હવે, આ શ્લોકમાં “શ્રવણ”, ` “મનન” અને “નિદિધ્યાસન” એ ત્રણ “અંતરંગ” સાધનો સમજાવ્યાં છે, જેને સંપૂર્ણરીતે આત્મસાત્ કર્યા પછી, ‘મુનિ’ અને ‘વિદ્વાન' એવો સાધક, નિર્વિકલ્પ બ્રહ્મને પામીને, અહીં જ, આ શરીરે અને આ લોકમાં જ, સુપેરે, સારી રીતે, મોક્ષસુખ અનુભવે છે.
આ ત્રણ પારિભાષિક શબ્દોને બરાબર સમજી લઈએ : ‘શ્રવણ' એટલે શ્રુતિનું, ઉપનિષદ-વાક્યોનું માત્ર કાનથી, સ્થૂલ શ્રવણ નહીં, પરંતુ એ શ્રવણને અંતરમાં ઊતારીને જીવાત્મા-પરમાત્માનું સંપૂર્ણ ઐક્ય-જ્ઞાન પ્રાપ્ત કરવું અને એનાં પરિણામે, સંસાર-વ્યવહારમાંનાં સર્વ શોક-મોહ-અનર્થો-દુઃખોનું નિવારણ થવું જોઈએ ઃ આ જ સાચું “શ્રવણ”.
પરંતુ એકલું ‘શ્રવણ’ પૂરતું નથી. ‘શ્રવણ’ દ્વારા જે કૈં પ્રાપ્તિ થઈ, તેના પર ઊંડું-તલસ્પર્શી-એકનિષ્ઠ ચિંતન કરીને, જીવાત્મા-પરમાત્માનાં ઐક્યને, એના બોધને, પોતાનાં જીવાતાં જીવનમાં ચરિતાર્થ કરવું જોઈએ, અને એમાં જે કૈં વિઘ્નો આવે, તેનું યુક્તિ-પ્રયુક્તિ અને શ્રુતિમાન્ય તર્ક વડે સંપૂર્ણ ખંડન (Refutation) કરવું જરૂરી છે. આથી જ, ‘શ્રવણ’ પછીનાં આ તબક્કાને “મનન” કહેવામાં આવે છે. ૧૪૮ | વિવેકચૂડામણિ