________________
એક દિવસ, બંને સ્નાનાદિ માટે નદી પર ગયાં. પુત્ર નદીમાં ન્હાવા પડ્યો. માતા નદી પરના તટ પર જ હતી ત્યાં જ, તેણીએ પુત્રની ચીસ સાંભળી, વ્યાકુળ થઈ ગઈ. પુત્રનો પગ કોઈક ભયંકર મગરે પકડ્યો હતો. પુત્રે કહ્યું કે “જો તું મને સંન્યાસની અનુમતિ આપે તો જ આ મગર મને છોડે !” પુત્ર જીવતો રહે, એ ઇચ્છાએ માતાએ સંન્યાસની શરત માન્ય રાખી.
માતાના મૃત્યુ સમયે પોતે હાજર રહેશે અને તેનો અગ્નિસંસ્કાર કરશે, એવું પુત્ર શંકરે, માતાની આ ઉદારતાથી ખુશ થઈને, તેણીને વચન આપ્યું !
મગરે પગ પકડ્યો હતો, એ વાત સાચી ? અને માતા સંન્યાસની શરત સ્વીકારે, એ શરતે મગર પગ છોડી દે ? આવો કોઈ મગર હોઈ શકે ખરો ? આમાં સત્ય શું - એ કોઈ “દિગ્વિજય”-કારે કહ્યું નથી !
(૭) શંકરાચાર્યે આઠ વર્ષની ઉંમરે ચારેય વેદો, અને બાર વર્ષની ઉંમરે સર્વ શાસ્ત્રો ભણી લીધાં; સોળ વર્ષની ઉંમરે ભાષ્યો રચ્યાં અને બત્રીશ વર્ષની ઉંમરે આખરી વિદાય લીધી :
अष्टावर्षे चतुर्वेदी द्वादशे सर्वशास्त्रवित् । षोडशे कृतवान् भाष्यान् द्वात्रिंशे मुनिरभ्यगात् ॥
(૮) “યોગસૂત્ર”-કાર પતંજલિ એ જ, નર્મદાતટ પરની ગુફામાં સમાધિસ્થ ગોવિંદાચાર્ય એવું, ગુરુકુળમાંનાં અધ્યયન દરમિયાન, શંકરાચાર્યે જાણ્યું હતું; તેથી માતાએ સંન્યાસની સંમતિ આપી, ત્યારપછી એ દીક્ષાગુરુની શોધમાં તેમણે ‘મહાભિર્નિષ્ક્રમણ’ કર્યું.
(૯) શ્રીશંકરાચાર્ય અહીં ગુરુ ગોવિંદાચાર્ય પાસે હતા, એ દરમિયાન, આવો એક ચમત્કાર સર્જાયો : વર્ષા-ઋતુમાં નર્મદામાં ભારે પૂર આવ્યું, પૂર ભયંકર હતું, અને ગુરુની ગુફામાં પ્રવેશી જાય, એવું હતું. શંકરાચાર્યે પોતે મંત્રેલું કમંડલુ ગુરુજીની ગુફાનાં દ્વારે મૂકી દીધું; પૂરનું બધું જળ એ કમંડલુએ સમાવી લીધું અને ગુરુજી સુરક્ષિત રહ્યા !
પુરાણોમાંનાં વર્ણનો પ્રમાણે, અગસ્ત્ય ઋષિએ પોતાની અંજલિમાં સમુદ્રને સમાવી લીધો હતો. પરંતુ એ તો પુરાણોનો પ્રાચીન સમય અને તપોમૂર્તિ અગસ્ત્ય ! પરંતુ આ તો કયુગ અને ઊગીને ઊભો થતો આઠ જ વર્ષનો એક બટુક !
આવું શક્ય ખરૂં? 7 નાને !
ગુરુજીએ શિષ્ય પર પ્રસન્ન થ ને તેને વિદ્યાક્ષેત્ર કાશી જવાનું સૂચવ્યું. (૧૦) શંકરાચાર્ય કાશીમાં હતા એ દરમિયાન, એક આવો પ્રસંગ નોંધાયો વિવેકચૂડામણિ / ૧૩