________________
અનુવાદ :– કોઈ પણ વસ્તુનું યથાર્થ રૂપ તો જ્ઞાનરૂપી આંખ વડે, પોતે જાતે જ, જાણી લેવું જોઈએ, કોઈ પંડિત દ્વારા નહીં : ચન્દ્રનું સૌન્દર્ય (પણ એ જ રીતે) પોતાની આંખે જ જોવાનું-જાણવાનું રહે, - બીજાઓ મારફત, શું તે જાણી શકાય છે ? (૫૬)
ટિપ્પણ ઃ— મોક્ષ મેળવવા માટે સાધકે પોતે-જાતે જ પરિશ્રમ કરવાનો છે, એમાં બીજા કોઈની મદદને જરા પણ અવકાશ નથી, એ પાયાની હકીકત શિષ્યને ગળે ઊતારવા માટે, ગુરુજી, એક પછી, એક ઉદાહરણો આપી રહ્યા છે. ચંદ્રની નયનરમ્ય સુંદરતાનું અન્ય કોઈ માણસ ગમે એટલું સવિસ્તર અને ગમે એવું વિશદ વર્ણન કરે, પણ આંધળાને એ વર્ણન કેટલું કામ આવે ? એમાં તો દેખતા માણસનું જ કામ ! એ જ રીતે, ઈશ્વરનો સાક્ષાત્કાર પણ, ભક્તજને, પોતાની ભીતરી આંખ વડે, પોતાને લાધેલાં જ્ઞાનનાં નેત્ર વડે, સ્વયમેવ, કરવાનો રહે, પોતાનો કોઈ સ્વજન કે મિત્ર ગમે તેટલો પંડિત હોય, એનું પાંડિત્ય ભક્તને કશું જ કામનું નહીં !
હકીકતમાં, પંડિતાઈ કશી જ કામની નહીં, એમાં તો આત્માનુભવ સ્વયંપ્રેરણા (Self-realisation) જ કામ આવે ! આપણા અનેક ભક્તો સાવ અભણ હતા, છતાં ભગવાનનું દર્શન કરી શકતા હતા : સાચા-સંનિષ્ઠ ભક્ત માટે તો ભગવાન હાજરાહજૂર છે !
તાત્પર્ય એ કે આમાં કોઈ એજન્ટ, આડતિયા કે દલાલ તદ્દન નકામા ! બોલબાલા માત્ર પોતાની, પોતાની સંનિષ્ઠા(sincerity)ની.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૬)
૫૭
अविद्याकामकर्मादिप्राशबन्धं विमोचितुम् ।
कः शक्नुयाद् विनात्मानं कल्पकोटिशतैरपि ॥ ५७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ ઃ–
અવિદ્યાકામકર્માદિપાશબન્યં વિમોચિતુમ્ ।
કઃ શનુયાદ્ વિનાત્માનું કલ્પકોટિશઐરપિ ॥ ૫૭ ||
શ્લોંકનો ગદ્ય અન્વય :- વિદ્યાામમાંપિાશવન્પ વિમોચિતું, આત્માનં વિના, ત્વજ્રોશિત: અપિ : શનુયાર્ં ? | ૧૭ ||
શબ્દાર્થ ઃ- અવિદ્યા એટલે અનાદિ કાળથી ચાલ્યાં આવતાં અજ્ઞાન; આત્મજ્ઞાનનો અભાવ, મ કામ, ક્રોધ વગેરે સૂક્ષ્મ ષરિપુઓ, આંતરિક દુશ્મનો, છ શત્રુઓ, ર્મ મનુષ્યે સંસારી જીવનમાં કરેલાં રોજ-બ-રોજ કર્યો. આ બધાનો પાશ, ફાંસલો, બાંધવાનું જાડું-મોટું દોરડું (પાણ) અને આ બધાંના પાશનું બંધન (વન્ધન) - એમાંથી વિમોચિતું - છુટકારો મેળવવા માટે, છૂટવા માટે, મુક્ત વિવેકચૂડામણિ / ૧૨૫
-