________________
દર્શાવ્યું છે? રૂર્વ પ તિ ગુઢમ્ ! અત્યંતગુહ્ય, ખૂબ જ ગૂઢ અને શ્રેષ્ઠ એવું પરમ તત્ત્વ; વળી, સન્ સત્ એટલે એક વાર; અને પ્રવૃત્ એટલે અનેક વાર, વારંવાર. શિષ્ય કેવો છે ? ત્યાં મુમુક્ષુમ્ | તને મુમુક્ષુને. ગુરુદેવને, આ શિષ્ય, અધ્યાપન-સમયે કેવો લાગ્યો હતો ? - બે વિશેષણો, આ પ્રમાણે : (૧) મતનિકોષમ્ ! કલિયુગના સર્વ દોષોથી રહિત, મુક્ત; કલિયુગની કોઈ પણ ખામી કે ઉણપ વિનાનો; અને (ર) મનિર્મુદ્ધિમ્ ! જેની બુદ્ધિ કામનારહિત બની ગઈ છે તેવો, નિષ્કામ બુદ્ધિવાળો. ગુરુદેવે, શિષ્યને, આ ઉપદેશ આપતી વખતે, કેવો માન્યો હતો ? સ્વ-સુત-વત્ માવયિત્રી ! માવયિત્રી એટલે માનીનેસમજીને-સ્વીકારીને; મારા પોતાના પુત્ર સમાન તને માનીને. ગુરુદેવે શિષ્યને શું દર્શાવ્યું છે ? - સનિમણૂડીસ્વાન્તસિદ્ધાન્તરૂપમ્ | નિામ એટલે વેદ; વૂડા એટલે એનું સર્વોચ્ચ સ્થાન, મસ્તક; વેદોનું મસ્તક એટલે ઉપનિષદો, - જયાં સર્વ વેદોનો સાર સમાવિષ્ટ થયો છે, એટલે કે વેદાન્ત. સ્વાન્ત - હૃદયરૂપ, એનો સિદ્ધાંત, અને એનું રૂપ એટલે એનો સાર, નિચોડ. ગુરુદેવ કહે છે કે “મેં તને સર્વ વેદોના નિષ્કર્ષ સમા ઉપનિષદોના સિદ્ધાંતોનો સાર સમજાવી દીધો છે. (પ૭૬) અનુવાદ :
(હે વત્સ !) કળિયુગના દોષોથી રહિત અને કામનારહિત બુદ્ધિવાળા એવા તને, મુમુક્ષુને, મારા પોતાના જ પુત્ર જેવો માનીને, સકળ-વેદોના સારાંશ એવા ઉપનિષદોના સિદ્ધાંતોના નિષ્કર્ષરૂપ અત્યંત ગુહ્ય પરમતત્ત્વને મેં વારંવાર દર્શાવ્યું છે. (૫૭૬) ટિપ્પણ: . ગયા શ્લોકને અંતે, રૂત્યેષા પરમાર્થતા, - એમ કહીને ગુરુદેવે જે ઉપસંહાર કર્યો હતો તે તો, બ્રહ્મસાક્ષાત્કાર સાથે, શિષ્ય જીવન્મુક્તની પરમોચ્ચે સિદ્ધિ પ્રાપ્ત કરી, તેને, પૂરા ચોપન શ્લોકો(પરર થી પ૭૫)માં બિરદાવીને, હવે પછી, મૃત્યુ આવે ત્યાં સુધી, તેને માર્ગદર્શનરૂપ નીવડે તે માટેનું ઉદ્બોધન હતું : આમ તો, હકીકતમાં, મુમુક્ષુ સાધક માટેનાં સર્વોચ્ચ ગંતવ્ય સ્થાને શિષ્ય પહોંચી ગયો હતો, એટલે એને કશા જ માર્ગદર્શનની આવશ્યકતા કે અપેક્ષા હોતી; તેમ છતાં પ્રાચીન ભારતીય અધ્યાપન-પ્રણાલિકાના અલિખિત એવા ઉપક્રમ પ્રમાણે, શિષ્યને, તેનાં હવે પછીનાં જીવનના અમૂલ્ય સંકેતસૂત્રોનું પ્રબોધન ગુરુદેવે કર્યું હતું.
હવે, અહીં, આ શ્લોકમાં તો, ગુરુદેવ, આ ગ્રંથમાંના પોતાના સમગ્ર ઉપદેશને આવરી લેતા હોય, એવું સ્પષ્ટ સમજાય છે.
' વિવેકચૂડામણિ | ૧૧૫૭