SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ (સાયન્સ) નહી થાય. જેનાં ભય અને ચિંતા તને કનડી રહ્યાં છે, એ સંસારસાગરને તરી જવાનો “ઉપાય” છે જ, અને એ “ઉપર” જેવો તેવો નથી. મોટા મોટા યોગીજનો અને ઋષિમુનિઓ જે માર્ગ તરી ગયા, એ જ, એવો જ, સરળ અને સુપ્રસિદ્ધ માર્ગ હવે હું તને બતાવું છું”. અંગ્રેજીમાં આવો માર્ગ ભલે Royal Road કહેવાતો હતો, ગુરુજીનાં મનમાં જે માર્ગ છે, તે તો 'Sacred' “પવિત્ર' road જ હોવો જોઈએ. વિષય ભલેને વેદાન્તવિદ્યાનો રહ્યો. આચાર્યશ્રીનાં કવિત્વનો સંપર્ક કંઈ મળ્યા વિના રહે ? અપાય: - ઉપાય: અને વૈનૈવ થતા યતયો,-માંનો “પ્રાસાનુપ્રાસ'-અલંકાર ચિત્ત-સંતર્પક છે. શ્લોકનો છંદ : ઉપજાતિ' (૪૫) ૪૬ अस्त्युपायो महान् कश्चित् संसारभयनाशनः । तेन तीर्वा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि ॥ ४६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અસ્તુપાયો મહાનું કશ્ચિતું સંસારભયનાશનઃ. - તેન તીર્વા ભવાસ્મોર્ધિ પરમાનન્દમાસ્યસિ || ૪૬ // શ્લોકનો ગદ્ય અન્વય:- સંસારમયનાશન: શ્ચિત મહીનું ઉપાયઃ ગતિ, તેને (उपायेन) भवाम्भोधि ती| त्वं परमानन्दं आप्स्यसि ॥ ४६ ॥ શબ્દાર્થ – સંસારમયનાશન: સંસાર(સાગરના તરવા)ના ભયનો નાશ કરે તેવો, શિ.મહાન ૩: ગતિ કોઈક મહાન ઉપાય છે જ, તેન તીત્વ - તેના આધારે તરીને, મવાલ્મોfધ. બવ એટલે આ સંસાર, અને બોધિ એટલે સાગર (ક્રમ: પાણી, અને ધિ - સમૂહ, જળસમૂહ, દરિયો), (d) પરમાનન્દ્ર શાસ્થતિ તું પરમ આનંદ પામીશ. (૪૬). અનુવાદ - સંસારના ભયનો નાશ કરી શકે એવો કોઈ (એક) મહાન ઉપાય છે, તેનાથી ભવસાગરને તરી જઈને, તું પરમ આનંદ પામીશ. (૪૬). - ટિપ્પણ:- શ્લોક સાવ સહેલો છે. શિષ્યનાં મનમાં જે ભય છે, તેનો નાશ કરે એવો ઉપાય ગુરુજી પાસે તો છે જ. વળી, એ ઉપાય જેવો-તેવો નથી, મોટો (મહાન) છે. પરંતુ એ માત્ર મોટો નથી, શ્ચિત્ એટલે “કોઈક', અદ્ભુત, વિરલ અને “અમોઘ (કદી પણ નિષ્ફલ ન જાય એવો) પણ છે. એમાં જ ઉપાયની વિશિષ્ટતા છે. અને આવા ઉપાયને અપનાવીને, ભવસાગર તર્યાનો આનંદ તો સામાન્ય હોય જ શાનો? એ તો અવશ્ય “પરમ આનંદ જ હોય ! શ્લોકનો છંદ : અનુપ (૪૬) વિવેકચૂડામણિ | ૧૧૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy