________________
ટિપ્પણ:
ગુરુદેવ શિષ્યને કહે છે કે “આ બંધન અને મોક્ષ, - એ બંને મૃષા' જ છે, મિથ્યા-ખોટાં જ છે, - બુદ્ધિના જ ગુણો. સૂર્ય કેવડો મોટો છે ? વાદળાંથી તો
અનેકગણો મોટો, - એવો સૂર્ય કાંઈ વાદળાં વડે ઢંકાઈ ન જાય, આવાં નાનાં વાદળાં કાંઈ સૂર્યને ઢાંકી શકે જ નહીં, છતાં મૂઢજનો એવી કલ્પના કરે છે, એવું સ્વીકારી લે છે કે સૂર્ય વાદળાં વડે ઢંકાઈ ગયો, આવૃત બની ગયો ! હકીકત તો એ છે કે વાદળાં આપણી આંખનું જ આવરણ બની જાય છે !
આ જ રીતે અજ્ઞાનનું આવરણ બુદ્ધિને આવૃત કરી શકે : આત્માને કદાપિ નહીં; આત્મા તો, ખરેખર, અદ્વિતીય, અસંગ, ચૈતન્ય-સ્વરૂપ, એકમાત્ર અને અવિનાશી છે.
અને આ રીતે આત્માને કશા જ આવરણ નથી, તેથી આત્માને બંધન હોઈ શકે જ નહીં : આત્માને, આથી જ, નિત્ય, મુક્ત, શુદ્ધ, બુદ્ધ કહેવામાં આવે છે. બંધન કે મોક્ષ, એ તો માત્ર એક ભ્રાંતિ જ છે, – આત્માની બાબતમાં, તો; મન કે બુદ્ધિની બાબતમાં એ ભલે એક કલ્પના રહી !
આત્મા તો, સદા-સર્વદા, અદ્વય (One without a second), અનાસક્ત, એક-રૂપ, અવ્યય, નિરાકાર અને સર્વવ્યાપ્ત છે, એને કોઈ કદિ પણ આચ્છાદિત કરી શકે નહીં.
અનેકતાની આ જે કલ્પના કરવામાં આવે છે, તે તો, માત્ર અવિદ્યાનાં આવરણને લીધે જ !
આત્મા કદી બંધનમાં હતો જ નહીં, તેથી એની મુક્તિનો સવાલ જ ઊભો થતો નથી ! એ તો પોતાના સિવાય અન્ય કશું હતો જ નહીં, છે જ નહીં, થશે પણ નહીં !”
શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૭૨)
૫૭૩ अस्तीति प्रत्ययो यश्च यश्च नास्तीति वस्तुनि ।
बुद्धिरेव गुणावेतौ न तु नित्यस्य वस्तुनः ॥५७३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અસ્તીતિ પ્રત્યયો યશ્ચ યશ્ચ નાસ્તીતિ વસ્તુનિ | બુદ્ધિદેવ ગુણાતી ન તુ નિત્યસ્ય વસ્તુનઃ || પ૭૩
૧૧૫૦ | વિવેકચૂડામણિ