________________
જો (બ્રહ્મનું આવરણ) છે, એમ કદી માનવામાં આવે તો, અદ્વૈતના સિદ્ધાંતને હાનિ પહોંચશે : અને શ્રુતિ તો ચૈતને જરા પણ સહન કરતી નથી. (૫૭૧)
ટિપ્પણ :
સાચી વાત એ છે કે બ્રહ્મ એક અને અદ્વિતીય છે, એનાથી અતિરિક્ત, એનાથી બીજું-જૂદું કશું છે જ નહીં, તો પછી તેને ઢાંકે કોણ ? એને આવરતુંઆચ્છાદિત કરનારું કોણ ? આવું આવરણ કેવળ ભ્રાંતિજનિત છે, અવિદ્યાજન્ય છે; આવાં આવરણનાં આવાગમનથી જ, બંધન અને મુક્તિ એવા વિકલ્પો શક્ય બને છે : આવરણની હાજરી-ગેરહાજરી જ બંધન અને મોક્ષ જેવી અનુભૂતિ, – ખોટી અનુભૂતિ, – ઊભી કરે છે.
પરંતુ જ્ઞાની માટે તો બ્રહ્મમાં કોઈ પણ જાતનું આવરણ હોતું જ નથી, કારણ કે બ્રહ્મ-ભિન્ન કશું છે જ નહીં; આમ છતાં જો અન્ય કશું છે, બ્રહ્મ ઉપરાંત બીજું કશુંક છે, બ્રહ્મને આવરણ છે, એવું કદી માનવામાં આવે તો, તો વેદાંતનો અદ્વૈત સિદ્ધાંત જ રહેશે નહીં ઃ એનો અર્થ જ એ થાય કે આત્મા અદ્વૈત નથી; એ તો દ્વૈતની જ સિદ્ધિ થઈ કહેવાય અને તો-તો આત્મા અદ્વૈત છે એવું કદાપિ સિદ્ધ કરી શકાય જ નહીં, આવી અનિર્વાહ્ય પરિસ્થિતિનું સર્જન થશે. પરંતુ આવી પરિસ્થિતિ કદી પણ સ્વીકારી શકાય નહીં, કારણ કે સર્વ બાબતોના સ્વીંકાર-અસ્વીકારમાં અંતિમ પ્રમાણ (Authority) તો શ્રુતિ જ છે, અને શ્રુતિ એટલે કે વેદ, વેદ પછીનાં ઉપનિષદો, - એને તો દ્વૈત સ્વીકાર્ય જ નથી.
આવરણ(આવૃત્તિ)નો અર્થ જ એ કે બ્રહ્મ ઉપરાંત, બ્રહ્મમાં બીજું કશુંક છે, અને આ બીજાં કશાંનો સ્વીકાર, એ જ દ્વૈત, અને દ્વૈતનો સ્વીકાર, એટલે અદ્વૈતનો અસ્વીકાર, જે શ્રુતિસંમત નથી.
ભારતીય પરંપરામાં, જ્યારે કોઈ મતભેદ થાય, ત્યારે અંતિમ ચૂકાદો શ્રુતિનો જ ગણાય છે, અને શ્રુતિનો ચૂકાદો એ જ હોય કે તેને દ્વૈત માન્ય નથી, સ્વીકાર્ય નથી, તો આ ચૂકાદાને સહુએ સ્વીકારવો જ રહ્યો !
શ્લોકમાં છંદ તો અનુષ્ટુપ જ છે, પરંતુ તેમાં ત્રણ લીંટી અને છ ચરણો છે, તે નોંધપાત્ર છે. (૫૭૧)
૫૨
बन्धं च मोक्षं च मृषैव मूढा बुद्धेर्गुणं वस्तुनि कल्पयन्ति ।
૧૧૪૮ / વિવેચૂડામમિણ