________________
વિદ્યા-આદિ-વMળ: I વર્ણન: એટલે દેહ વગેરે ઉપાધિ; જીવ-બ્રહ્મનાં એકત્વનાં વિજ્ઞાન દ્વારા, જેની અવિદ્યા વગેરે ઉપાધિ બળી ગઈ છે, તેવું. આવાં બ્રહ્મનો પુનર્જન્મ કેમ હોઈ શકે? (પ૬૯) અનુવાદ :
જીવ-બ્રહ્મનાં ઐકય-વિજ્ઞાન દ્વારા જેની અવિદ્યા વગેરે ઉપાધિ બળી ગઈ છે, એવા આનો બ્રહ્મભાવ થઈ ગયો હોવાથી, બ્રહ્મનો (ફરી) જન્મ ક્યાંથી સંભવે ? (પદ૯) ટિપ્પણ :
બ્રહ્મભાવ અને વિદેહકૈવલ્ય પામેલા યતિનો પુનર્જન્મ હોતો નથી, સંસારમાં તે ફરી પાછો આવતો નથી, એ હતું ગયા શ્લોકનું પ્રતિપાદન.
હવે, અહીં, આ શ્લોકમાં, આવા યતિનાં, સંસારમાં પાછાં ન આવવા વિશેનું કારણ આપવામાં આવ્યું છે.
જે કોઈનો આ સંસારમાં પુનર્જન્મ થાય છે તે આત્મા હોતો જ નથી; જેનો જન્મ થાય છે તે તો તેની ઉપાધિ જ હોય છે. પરંતુ આ યતિ તો બ્રહ્મભાવને પામેલો છે, અને “બ્રહ્મ જ આત્મા છે' - એવાં વિજ્ઞાન દ્વારા, એની અવિદ્યા અને અવિદ્યાજન્ય શરીર વગેરે ઉપાધિઓ તો બળી ગઈ હોય છે, અને બ્રહ્મજ્ઞાની તો બ્રહ્મસ્વરૂપ જ બની ગયો હોય છે, અને બ્રહ્મનો તો જન્મ જ ન હોઈ શકે !
જે પોતાને બ્રહ્મરૂપ જાણે, તે જીવન્મુક્ત તો અજન્મા જ હોય, તેણે તો જીવતાં જ જ્ઞાનરૂપી અગ્નિમાં પોતાની સર્વ અવિદ્યા અને અવિદ્યાની સાથે સંકળાયેલી સર્વ ઉપાધિઓને બાળી નાખી છે, અને પોતે તો “બ્રહ્મ' જ બની ગયો છે, - તો પછી હવે પુનર્જન્મ કોનો થાય ? તેનો તો ન જ થાય !
વળી, તે તો વિદેહકૈવલ્યને પામી ચૂક્યો છે, અને તેથી તે બ્રહ્મ સ્વરૂપે જ રહે છે, આવા બ્રહ્મીભૂત બની રહેલા આત્માનો પુનર્જન્મ કેમ હોઈ શકે ? બ્રહ્મ તો અવિનાશી છે, એનો તો કદી નાશ થતો જ નથી; અને પુનર્જન્મ તો તેનો જ થાય, જેનો નાશ થયો હોય, -
પૂર્વ જન્મ મૃતય ર I (ગીતા ૨, ૨૭) (“મૃત્યુ પામેલાનો પુનર્જન્મ નિશ્ચિત છે”.).
જેનું મૃત્યુ જ થયું નથી, એને વળી પુનર્જન્મ ક્યાંથી? આમ, આ પહેલાંના શ્લોકનાં પ્રતિપાદનનું અહીં સમર્થન કરવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : અનુષુપ (પ૬૯) ૧૧૪૪ | વિવેકચૂડામણિ