________________
અનુવાદ :
આવો શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની જીવનસમયમાં જ સદા મુક્ત અને કૃતાર્થ હોય છે : (માત્ર, શરીરરૂપી તેની) ઉપાધિનો નાશ થતાં, (પહેલેથી જ) તે બ્રહ્મભાવમાં સ્થિત થયેલો હોવાથી, હવે તે અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે. (પપપ) ટિપ્પણ:
આમ તો શ્લોક સહેલો છે, બધા શબ્દો પણ સરળ છે, અને શબ્દો તથા શ્લોકનાં તાત્પર્યને, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં આવ્યાં જ છે, એટલે ખાસ કશું, અહીં, ઊમેરવાનું રહેતું નથી.
માત્ર એક જ સ્પષ્ટતા કરવાની રહે છે અને તે એ કે જેને ઉદેશીને ગુરુદેવ આ બધું ઉદ્ધોધન કરી રહ્યા છે તે શિષ્ય, ભલે બ્રહ્મસાક્ષાત્કાર કરી લીધો છે અને જીવન્મુક્ત થયેલા એક સર્વોત્કૃષ્ટ બ્રહ્મજ્ઞાની તરીકે, તે સદા મુક્ત અને કૃતાર્થ જ છે; પરંતુ હજુ તેની શરીરરૂપી ઉપાધિ ચાલુ જ છે; એટલે, તેની આ ઉપાધિનો નાશ થાય ત્યાં સુધી એને જીવવાનું છે. બસ, મૃત્યુ સાથે, જ્યારે તેની એકમાત્ર અવશિષ્ટ એવી આ ઉપાધિનો પણ નાશ થાય ત્યારે, બ્રહ્મભાવની અનુભૂતિ કરતાં-કરતાં જ, તે, અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે; એ શબ્દના શાબ્દિક અર્થમાં (In literal sense), તે “બ્રહ્મલીન” બની રહે છે !
હકીકતમાં, એની બ્રહ્મભાવાનુભૂતિમાં કશો જ ફેર પડતો નથી: “જીવન્મુક્ત” તરીકે તે “બ્રહ્મ” જ હતો, અને ઉપાધિ-નાશ પછી પણ તે “બ્રહ્મ” જ રહે છે.
આ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની જ્યારે બ્રહ્મસાક્ષાત્કાર કરીને “જીવન્મુક્ત થાય છે ત્યારે, “મુક્ત” (મુ) તો તે થાય જ છે, પરંતુ એનાં સમગ્ર જીવનનું એકમાત્ર આ જે ધ્યેય (અર્થ) હતું તે પરિપૂર્ણ થવાથી, તે “નાથપણ થઈ જાય છે : 9ત: અર્થ વચ્ચે સ: . (બહુવતિ સમાસ). , " અને આ રીતે જ્યારે તે બ્રહ્મલીન' (બ્રહ્મ ગતિ ) થઈ જાય છે ત્યારે,
ર્વ વ તત્ તત્ વં ઇવ ” - એ શ્રુતિવચન તેનાં જીવન પૂરતું, સંપૂર્ણરીતે સાર્થક બને છે.
“શુક્લ યજુર્વેદ”નું આ વિધાન(૮, ૩૬) પણ, આ અનુસંધાનમાં, પ્રસ્તુત બની રહે છે :
. तद् अपश्यत्, तद् अभवत्, तद् आसीत् । ।
(“માનવજીવન-ચૈતન્યસ્વરૂપ એવા આ કુંભને અમૂલ્યરૂપે તેણે જોયો, એટલે તે પણ અમૂલ્ય થઈ ગયો; હકીકતમાં, તે અમૂલ્ય જ હતો !”).
શ્લોકનો છંદ : અનુષુપ (૫૫૫). વિવેકચૂડામણિ | ૧૧૧૫