________________
ગયો છે, પણ શાથી “સંતપ્ત થયો છે ? મવ-તાપ-તાવ-હનાનામ.. ભવ એટલે સંસાર, સંસારી જિંદગી, રાવ-વહન એટલે દાવાનળ અને ન એટલે અગ્નિ, આ ભવરૂપી દાવાનળના અગ્નિની જ્વાળાઓથી એ સંપૂર્ણરીતે બળી રહ્યો છે. દાઝી ગયેલા માણસને તો કોઈક ઠંડા પ્રવાહીનાં સિંચનથી જ ઠારવાનો હોય ને? અને શિષ્યનાં સદ્ભાગ્યે આવું પ્રવાહી ભરપૂર માત્રામાં એની સામે જ હાજર છે ! એ વળી કયું? પુષ્પદ્ વીચામૃત: આપનાં વાક્યરૂપી અમૃત વડે ! વાહ, સરસ ! એ વાક્યામૃત કેવું છે. શ્લોકનાં બાકીના બધા શબ્દો આ “વાક્યામૃત'નાં વિશેષણો છે : બ્રહ્મ-ગાનન્દસ-૩મનભૂતિ–નિર્ત: – નિત એટલે સંપન્ન, સભર. ગુરુજી પોતે તો બ્રહ્મસાક્ષાત્કાર પામી ચૂકેલા છે, એટલે બ્રહ્માનન્દની રસાનુભૂતિ વડે એમનું વાક્યામૃત તો સભર-સંપન્ન જ હોય. વળી, એ “વાક્યામૃત', વધારામાં, “પૂત' (પવિત્ર) છે, સુશીત (અત્યંત શીતળ, ઠંડું) છે, અને “સિત' (સ્વચ્છ, નિર્મળ, ચોખું) છે. વળી, ગુરજીનાં એ વેણ-વચનો તરવ છે, કાન માટે સુખદ છે, કર્ણપ્રિય, સાંભળવા ગમે તેવાં છે. પરંતુ આવું “અમૃત’ તો કોઈ વાસણમાં ભરેલું હોય ને? હા, છે જ ને ! યુHદ્-વી -ત્તશ–ન્ફર્તઃ તિ એટલે નીકળતાં-ઠલવાતાં-પીરસાતાં. એ “વાક્યામૃત યુખદ્ (આપની) વાવ (વાણી, વચનો, બોલ) - એ રૂપી નશ(કળશો, કળશિયા, લોટા)માંથી પીરસવામાં આવે છે. (હે પ્રમો) તો હે ભગવનું ! આવો લાભ મને મળે, હું આવો ધન્ય થાઉં, - એવી મારા પર કૃપા કરો, - એવી પ્રાર્થના આ શિષ્ય પોતાના ગુરજીને કરે છે. (૪૧)
અનુવાદ - હે ભગવન્ બ્રહ્માનંદની રસાનુભૂતિથી સભર-સંપન્ન, પવિત્ર, અત્યંત શીતળ, સ્વચ્છ અને આપની વાણીરૂપી કલશમાંથી પીરસાતાં, કર્ણપ્રિય, આપનાં વાક્યોરૂપી અમૃત વડે, સંસારરૂપી દાવાનળની જૂવાલાઓ વડે સંતપ્ત એવા આ(આપના શિષ્યોને, એટલે કે, મને, આપની એક ક્ષણમાત્ર કૃપાદૃષ્ટિ વડે ભીંજવી દો : આને માટે યોગ્ય બનેલા અને આવો સ્વીકાર પામેલા (શિષ્યો, ખરેખર) ધન્ય છે ! (૪૧)
ટિપ્પણ:- આ શ્લોક “શાર્દૂલવિક્રીડિત’ એવા ૧૯ અક્ષરોવાળા, લાંબા છંદમાં રચાયો છે. અને એમાં લાંબા સમાસો અને અઘરા શબ્દો છે તેથી, સમજવામાં, પ્રમાણમાં, જરા અઘરો છે, પરંતુ “શબ્દાર્થ-વિભાગમાં બધા શબ્દોને સવિસ્તર અને સરળ ભાષામાં, સ્પષ્ટતાપૂર્વક, સમજાવવામાં આવ્યા છે. વાચકે, માત્ર, થોડું ધ્યાન આપવાનું રહે છે.
શ્લોક ભલે લાંબો હોય, શબ્દો અને સમાસો ભલે થોડા અઘરા હોય, પરંતુ મૂળ વાત તો સાદી અને સીધી જ છે : શિષ્યના હૃદયમાં બ્રહ્મસાક્ષાત્કાર અને મોક્ષપ્રાતિ માટેની સંનિષ્ઠ અને સુતીવ્ર ઇચ્છા છે. આ માટે પોતાના ગુરુને તે કૃપાદૃષ્ટિ કરવા અને સમુચિત ઉપદેશ આપવા પ્રાર્થના કરે છે. એના માટે તો,
વિવેકચૂડામણિ | ૧૦૫