________________
વા । અમીઃ એટલે નિર્ભય થઈને; મૌ: - એટલે ભય-બીક-ડર; ભયમુક્ત થઈને, શ્મશાનમાં અથવા વનમાં તેઓ નિદ્રા લે છે;
(૫) અને તેમનાં વસ્ત્રો (વસ્ત્રમ્) ? ક્ષાન્તન-શોષળ-મારિહિત, વિધ્ વા (અસ્તુ) । ધોયાં-સૂકવ્યાં વિનાનાં, અથવા તો તેઓ વસ્ત્રો-વિનાના, નિર્વસ્ત્ર, નગ્ન, દિગંબર પણ હોય છે;
(૬) તેમની પથારી (શય્યા) ? મહી । ધરતી, પૃથ્વી, જમીન; (૭) તેમનું પરિભ્રમણ-હરવું-ફરવું-સંચરણ (સંવાર) ક્યાં હોય છે ? નિયમાન્તવીથિવુ । નિયમ એટલે વેદ, અને નિયમન્ત એટલે વેદાન્ત; વીથિ એટલે ગલી, શેરી; તેઓ વેદાંતરૂપી ગલીઓમાં હરે-ફરે છે, ભ્રમણ કરે છે;
-
(૮) અને તેમની રમત (ઋીડા) ? પરે બ્રહ્મણિ । પરબ્રહ્મમાં તેમની ક્રીડા થતી હોય છે. (૫૩૯)
અનુવાદ :
બ્રહ્મવેત્તાનું ભોજન ચિંતા કે દીનતા વિના પ્રાપ્ત થતું ભિક્ષાન્ન હોય છે, નદીઓનું જળ તેઓ પીએ છે, સ્વતંત્રપણે અને નિરંકુશપણે તેઓ રહે છે, નિર્ભય બનીને શ્મશાનમાં કે વનમાં તેઓ ઊંઘે છે, તેમનાં વસ્ત્રો ધોયાં-સૂકવ્યાં-વિનાનાં હોય છે, અથવા તો તેઓ નિર્વસ્ત્ર(દિગંબર) પણ હોય છે, ધરતી તેમની પથારી બને છે, વેદાંતરૂપી શેરીઓમાં તેઓ ભ્રમણ કરે છે, અને તેમની ક્રીડા પરબ્રહ્મમાં હોય છે. (૫૩૯)
ટિપ્પણ :
ચૈતન્યની પરમસ્થિતિને પામેલો બ્રહ્મવેત્તા પોતાનો રોજિંદો વ્યવહાર કેવી રીતે ચલાવતો હોય છે ? એનાં દૈનંદિન જીવનમાંનું સાંસ્કૃતિક ઉત્થાન કેવું હોય છે ? અથવા એની દૈનિક પરિચર્યાની વિશિષ્ટતા કેવી-કયા પ્રકારની હોય છે ? - એનું એક સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ અને તાદશ શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે.
શરી૨ તથા સંસારની સર્વ મર્યાદાઓથી પર હોવા છતાં પણ, બ્રહ્મવિદ્ એવા જીવન્મુક્તને પણ, મુક્તિ પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી, એ જ શરીરની સાથે અને એ જ સંસારની વચ્ચે રહેવાનું છે; એટલે શારીરિક અને સાંસ્કૃતિક બંને દૃષ્ટિએ, કેટલીક અનિવાર્ય (Indispensable) અને પાયાની જરૂરિયાતો(Basic needs)ની તો એને પણ અપેક્ષા રહે જ.
અને આવી જરૂરિયાતો ‘અનિવાર્ય’ અને ‘પાયાની' હોવાથી, એના વિના એ જીવી શકે નહીં, - એ જેમ એક નક્કર અને વાસ્તવિક હકીકત છે, તેમ જ, શ્લોક૧૦૭૮ | વિવેકચૂડામણિ