________________
નિરપેક્ષ જ) છે. (પ૩૩) ટિપ્પણ:
બ્રહ્મસાક્ષાત્કાર કરનાર “જીવન્મુક્ત” માટે, તેનાં શેષ જીવનમાં, કશી જ બાબતમાં, કોઈ જ શરત-નિયમ-અપેક્ષા-પ્રમાણ વગેરેની કોઈ જ “અપેક્ષા”નું બંધન રહેતું નથી, - શ્લોક-પ૩૦થી શરૂ થયેલા આ મુદ્દાની ચર્ચા અહીં પણ ચાલુ છે.
આત્મા તો નિત્યસિદ્ધ છે, એનાં દર્શન માટે, સૂક્ષ્મ બુદ્ધિ જેવાં જે કોઈ પ્રમાણ”નો આધાર લેવામાં આવે તે, અંતે તો, માત્ર એક સાધન જ છે અને અજ્ઞાનનાં આવરણને દૂર કરવા પૂરતું જ એનું મહત્ત્વ છે, - આત્માની સિદ્ધિ માટે એની કશી જ અપેક્ષા રહેતી નથી : કોઈ બ્રહ્મવેત્તા એમ કહે કે “હું બ્રહ્મ છું', તો, એના એ જ્ઞાનની સાબિતી માટે કોઈ અપેક્ષા', કશી જ “અપેક્ષા'ની આવશ્યકતા. રહેતી નથી !
કોઈ માણસ એમ કહે કે – “હું દેવદત્ત છું !' ત્યારે આપણે તેને એમ કહેતા નથી કે “તમે દેવદત્ત છો !– એમ કહેવા માટે તમારી પાસે શું પ્રમાણ છે ! તમે દેવદત્ત જ છો', એમ તમે શી રીતે જાણ્યું ?”
પેલો તો આના જવાબમાં માત્ર એટલું જ કહેશે કે “મારી પોતાની જાતને, એટલે કે મને, જાણવા માટે, મારે અન્ય પ્રમાણની જરૂર જ શી ? હું તો હું જ છું !” - I am I !' મારા સિવાય અન્યને જાણવા માટે મારે કોઈક સાધન કે પ્રમાણની જરૂર રહે !”
એક દીવાને, પોતાનાં પ્રકાશન માટે, પોતાના પરિચય માટે, અન્ય દીવાની જરૂર પડે, - એમ કહેવા જેવી આ વાહિયાત વાત છે ! - લીપસ્ય કવીપેછી યથા સ્વાત્મપ્રવેશને ! (“આત્મબોધ”, ૨૯)
શ્લોકનો છંદઃ અનુરુપ (પ૩૩)
પ૩૪
भानुनेव जगत्सर्वं भासते यस्य तेजसा ।
अनात्मकमसत्तुच्छं किं नु तस्यावभासकम् ॥५३४॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ભાનુનેવ જગત્સર્વ ભાસતે યસ્ય તેજસા | અનાત્મકમસતુચ્છ કિ નુ તસ્યાવભાસકમ્ | પ૩૪.
૧૦૬૬ | વિવેકચૂડામણિ