________________
જેના હોવાથી, જેના હોવાને લીધે, કારણે; જેના હોવાથી (મિન સતિ). પદાર્થનું પૂરેપૂરું જ્ઞાન થાય (પાર્થધી:), તેવાં (ત) શ્રેષ્ઠ પ્રકારનાં પ્રમાણ વિના (પ્રમાણસુખુર્વ વિના), એના વગર, “આ ઘડો છે', એમ જાણવા માટે બીજા કયા નિયમની જરૂર
7-શબ્દ, વાક્યર્થમાંની શંકાને વ્યક્ત કરવા માટે પ્રયોજાયો છે. (૫૩૧) અનુવાદ :
આ ઘડો છે', એવું જાણવા માટે, જેના હોવાથી પદાર્થનું યથાર્થજ્ઞાન થાય છે, તેવાં શ્રેષ્ઠ પ્રમાણ વિના, (ઘડો જાણવા માટે) (બીજા) કયા નિયમની અપેક્ષા રહે? (પ૩૧) ટિપ્પણ :
શ્લોક નાનો છે, સહેલો છે અને એમાંનો વાક્યર્થ પણ ખાસ અઘરો નથી, પરંતુ કોઈ પણ પ્રકારનું-પદાર્થનું યથાર્થ જ્ઞાન મેળવવા માટેનાં “પ્રમાણ” જેવો પારિભાષિક શબ્દ અહીં પ્રયોજાયો હોવાથી, એની સરળ સમજૂતીની થોડી અપેક્ષા રહે છે.
જ્ઞાનપ્રાપ્તિનાં એક સાધન અથવા માધ્યમ તરીકે, “ન્યાય”-દર્શન-પ્રબોધિત, પ્રત્યક્ષ અનુમાન-ઉપમાન-શબ્દ એ ચાર પ્રમાણોની સમજૂતી, આ ગ્રંથના આપણા
સ્વાધ્યાય દરમિયાન, આ પહેલાં, આવી ગઈ છે, એટલે પુનરુક્તિની કે બહુ લાંબા વિસ્તારની જરૂર નથી. આ ચાર પ્રમાણોમાંથી અહીં માત્ર એક પ્રમાણ - “પ્રત્યક્ષ”જ પ્રસ્તુત છે, એટલે આ સમજૂતી પ્રત્યક્ષ પૂરતી જ મર્યાદિત રાખીશું.
મારી સમક્ષ ઘડો (ધર) છે. હવે, એ ઘડાનું યથાર્થ જ્ઞાન, - “આ ઘડો છે” (યં પર રૂતિ ) મને કેવી રીતે' - શાનાથી થાય ? ઘડો મારી આંખ સામે જ છે, એટલે એને જોવા માટે, મારી બંને આંખો સંપૂર્ણરીતે સ્વસ્થ અને સક્ષમ હોય, એ સિવાય બીજી કશી જ આવશ્યકતા રહેતી નથી. મારી બંને આંખોની શુદ્ધિ અથવા શ્રેષ્ઠતા (પ્રમાાસુડુત્વ) એ જ ઘડાનાં સાચાં-સમ્યફ જ્ઞાન માટે પર્યાપ્ત છે. વાંચો :
तानि च प्रमाणानि चत्वारि । तथा च न्यायसूत्रम् । પ્રત્યક્ષ-અનુમાન-૩૫માન-શષ્યા પ્રમાાનિ રતિ . (૧, ૧, ૩)
ગૌતમનાં આ ન્યાયસૂત્ર પ્રમાણે ચાર “પ્રમાણો” છે, તે આ પ્રમાણે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. વિં પુનઃ પ્રત્યક્ષમ્ ? I સાક્ષાપ્રિમીરમાં પ્રત્યક્ષમ્ “તર્કભાષા”, ૨૮
૧૦૬ર | વિવેકચૂડામણિ