________________
Sense)વાળો કોઈ સામાન્ય માણસ પણ સમજે છે કે કોઈ નગરની રચના પૃથ્વી પર થઈ શકે, આકાશમાં તો કદી જ નહીં ! આકાશ તો માત્ર અવકાશ (Space) છે, ખાલી જગા જ છે, એમાં કોઈ નગર બાંધી શકાય જ કેવી રીતે ? અને બાંધી ના શકાય તો તે ત્યાં હોઈ શકે જ કેવી રીતે ! પેલી અંગ્રેજી ભાષાની કહેવત પ્રમાણે, આ તો હવામાં કિલ્લા બાંધવા જેવી (Building castles in air !) વાહિયાત વાત. કહેવાય ! માત્ર કલ્પનાના તરંગો ! તરંગોના રંગો ! Figments of Fancy !
નિર્વિકલ્પ” જેનું નામ ! એમાં, વળી, “વિકલ્પો' કેવા ? ક્યાંથી ? “એટલે હે વત્સ !” ગુરુદેવ શિષ્યને કહે છે કે “આવી મિથ્યા કલ્પનામાં તો, તારા જેવો “મહામતિ', રાચે જ નહીં ! - એનો તો મને પણ ખ્યાલ છે જ. માટે, તારા સ્વભાવગત અદ્વિતીય નિજાનંદનાં સ્વરૂપે પરમ શાંતિ પામીને તું મૌન ધારણ કર !”
પરંતુ બહારથી “મૌન' અને અંદર અશાંતિ હોય તો, એવાં મૌનનો અર્થ શો? આથી જ, સદ્ગર, મૌન ધારણ કરતાં પહેલાં, શિષ્યને પરમ શાંતિ પામવાની સમુચિત સૂચના આપે છે.
અને મૌન એટલે શું ? “ન બોલવું' - એ જ ? એટલું જ ? ભીતરી, સાચી, પરમ શાંતિ વિનાનું આવું મૌન એટલે તો, મૌનનો માત્ર શિષ્ટાચાર (Formality) ! માત્ર એક ઔપચારિક પ્રક્રિયા ! એક શુષ્ક નિરર્થક “ક્રિયાકાંડ' (A ritual) !
આવા કર્મકાંડીય મૌનમાં શિષ્ય ન અટવાય, એ માટે ગુરુદેવ તેને, સૌપ્રથમ, પરમ-શાંતિને પ્રાપ્ત કરવાનું સૂચવે છે.
મન જો બહાર ન ભમે, તો જ, અને તે જ સાચું મૌન ! ગીતાએ પણ આથી જ, નિર્ણય આપ્યો છે ને કે –
માન્તર્થ યુd: સુરમ્ I (૨, ૬૬) (“અશાંતને વળી સુખ કેવું?”),
શ્લોકનો છંદ ઉપજાતિ (પર)
પર तूष्णीमवस्था परमोपशान्ति
- સત્પવિન્યતઃ ब्रह्मात्मना ब्रह्मविदो महात्मनो यत्राद्वयानन्दसुखं निरन्तरम् ॥५२७॥
૧૦૫ર | વિવેકચૂડામણિ