________________
શબ્દાર્થ :
આ શ્લોકમાં, ગયા શ્લોકની ચોથી પંક્તિ. મુખ્ય વાક્ય તરીકે અને શિષ્યના આત્મપરિચયની ધ્રુવપંક્તિ તરીકે, એ જ શબ્દોમાં ચાલુ રહી છે : તદ્ ઉવ ક્રિતીય ન મર્દ મિ :- “તે જ અદ્વિતીય બ્રહ્મ હું છું !” અને પછી નાનાં-મોટાં, અને એમાંના મોટા ભાગનાં, ઉપનિષદોમાં અને વેદાંત-વિદ્યાના ગ્રંથોમાં પ્રચલિત અને પરિચિત એવાં નવ વિશેષણો આ પ્રમાણે પ્રયોજવામાં આવ્યાં છે : (૧). સર્વાધારમ્ | જે સર્વનો આધાર છે, - આ પહેલાં જણાવાયું છે તેમ, સર્વનું તે અધિષ્ઠાન (Substratum) છે. આ વિશેષણનો મર્મ અને એનું મહત્ત્વ એ છે કે વિશ્વમાંનાં સર્વ પદાર્થો-વસ્તુઓનું અસ્તિત્વ, એના જ આધારે ટકે છે : “પટ'(Cloth)નો આધાર “તંતુ છે, ઘડા(ઘટ)નો આધાર માટી (મૃત્તિકા) છે, અને કંઠમાંના બહારનો આધાર “સોનું (સુવર્ણ) છે, તેમ. પારિભાષિક શબ્દ પ્રયોજીએ તો, તે સર્વનું ઉપાદાન” છે. (૨) સર્વવપ્નપ્રાશમ્ | આ શબ્દમાં જે “પ્રકાશ” શબ્દ છે તે, માત્ર સ્થૂલ “અજવાળનાર' એવા અર્થમાં જ નહીં, પરંતુ સૂક્ષ્મ રીતે પણ સર્વનો પ્રકાશક બ્રહ્મ જ છે : શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ વગેરેનો જ્ઞાન-પ્રકાશ પણ, કાન-ત્વચા-આંખજીભ-નાક વગેરે જ્ઞાનેન્દ્રિયોનાં માધ્યમથી, સહુને, આ બ્રહ્મ દ્વારા જ સાંપડે છે; એટલું જ નહીં પરંતુ મન મારફત સંવેદનાનો અને બુદ્ધિ દ્વારા વિચારોનો પ્રકાશ પણ તે બ્રહ્મ જ પાથરે છે.
કઠોપનિષદ(૨, ૨, ૧૫)નું આ શ્રુતિવચન, બ્રહ્મનાં આ વિશેષણનું સમર્થન કરે છે : તમેવ માન્તમનુમતિ સર્વ તસ્ય મારા સર્વમિ વિમતિ |
(૩) સર્વાવIR I અને વિશ્વમાંનાં સર્વ આકારો, રૂપો પણ એ જ સૂક્ષ્મ બ્રહ્મનાં સ્થૂલ સ્વરૂપો છે ને ! રૂટું સર્વ યયાત્મિા | - મુંડક. મનુષ્યો-પશઓપંખીઓ-જંતુઓ-વનસ્પતિ, - વગેરે, અરે, પથ્થર જેવો પથ્થર પણ એ બ્રહ્મનું જ પૂલ રૂપ છે ને ! ટૂંકમાં, સમગ્ર વિશ્વ પણ એ સૂક્ષ્મ બ્રહ્મનું જ સ્થૂલીકરણ (Grossification) જ છે ! (૪) સર્વમ્ સર્વ નિતિ મની - ઉપપદ સમાસ. જેની ગતિ સર્વત્ર છે, તેવું આ બ્રહ્મ સર્વગામી અને સર્વવ્યાપક (Omnipresent, All-pervading) છે. (૫) સર્વશૂન્યમ્ ! જે “સર્વગામી છે છતાં “સર્વથી રહિત છે, - એવું પરસ્પર-વિરોધી વિશેષણ તો માત્ર બ્રહ્મ માટે જ પ્રયોજી શકાય ! બ્રહ્મ એક-અદ્વિતીય-કેવલ છે એટલે જ, તેમાંથી સર્વની બાદબાકી પણ થઈ શકે ! બ્રહ્મની “અખંડાકાર-વૃત્તિ” તે જ આ “સર્વશૂન્યતા”! (૬) નિત્યમ્ | ત્રણેય કાળમાં અને સમગ્ર બ્રહ્માંડમાં, ક્યારેય-ક્યાંય, તેનું અસ્તિત્વ ન હોય એ શક્ય જ નથી, તે નિત્ય (Eternal) છે. ટૂંકમાં, કાળના સર્વ પરિચ્છેદોથી તે પર છે. (૭) શુદ્ધમ્ ! સમગ્ર ફર્મા- ૬૫
વિવેકચૂડામણિ | ૧૦૨૫