________________
પૂરેપૂરો સ્વાયત્ત હોવો જોઈએ. આ બાબતમાં તે સ્વયંસંપૂર્ણ, સ્વયં-સ્વતંત્ર હોવો જોઈએ. સૂર્ય અખંડ બ્રહ્માંડને પોતાનાં તેજ વડે પ્રકાશિત કરે છે, પરંતુ પ્રકાશવા માટે, તેને પોતાને, કોઈની અપેક્ષા નથી હોતી : તે સ્વયં-પ્રકાશિત છે, સ્વયંજ્યોતિ(Self-effulgent) છે. શિષ્ય કહે છે કે “હે પરમપૂજ્ય ગુરુજી ! આજે હું પણ સૂર્યની માફક સર્વ પ્રકાશિત વસ્તુઓથી વેલક્ષણ છું (મહં આવિત્યવત્ માવિલક્ષળ: અસ્મિ ). જે અન્ય સર્વનો પ્રકાશક (Illuminer) હોય, તે, અન્ય કોઈ વડે પ્રકાશિત, અન્ય-પ્રકાશ્ય તો (Illumined) હોય જ નહીં ! જેમાં હું એકાકાર થઈ ગયો છું, તે બ્રહ્મના દિવ્ય પ્રકાશ વડે હું સર્વાંગ ઝળાંહળાં બની ગયો છું, અણુ-અણુમાં તેજોમય બની ગયો છું ! બ્રહ્મનું તેજ, એ જ મારું તેજ !, - બસ, પેલા આદિત્યની જેમ જ, અન્ય-અપ્રકાશ્ય !”
ત્રીજી : સાધક ક્યારેય પણ અસ્થિર હોય તે ચાલે જ નહીં ! સ્થિરતા, નિશ્ચલતા, અચલતા એ તો એનો નિત્ય-સ્વભાવ જ (Second Nature) બની રહેવો જોઈએ. ગમે તેવાં વિઘ્નો આવે તો પણ તે તો અડગ જ રહેવો જોઈએ. વાત-વાતમાં ડગી જાય, ભાંગી પડે તો, બ્રહ્મસાક્ષાત્કાર એનાથી જોજનો દૂર રહે ! જોજન-દૂરપણું જ નહીં, એની પાત્રતા જ એને કદી ન સાંપડે ! આ બાબતમાં પર્વત એક આદર્શ (Ideal) છે, કારણ કે તે હંમેશ માટે ‘અહાર્ય’ છે. આવી અચલતાને કારણે જ પર્વતને “ન-ગ” (પિ ત્રાપિ ન ાતિ અસૌ । પોતાનું મૂળ-સ્થાન છોડીને તે ક્યાંય અન્યત્ર જતો જ નથી !) પર્વતની આવી વિશિષ્ટતાને કારણે જ, હિમાલય “નગાધિરાજ' (નગ-અધિરાજ) કહેવાય છે. આજે હું પણ કે ભગવન્ ! પર્વતની જેમ નિત્ય-નિશ્ચલ (અ ં અહાર્યવત્ નિત્ય-વિનિશ્ચત: અસ્મિ 1) બની ગયો છું !”
ચોથી : “બ્રહ્મ” એટલે જ અપાર, અગાધ, અનંત, અનધિ ! અંત અને અવધિ, પાર અને પરિચ્છેદ, માપ અને મર્યાદા, - આવો અર્થ સૂચવતા કોઈ શબ્દો સાથે બ્રહ્મને કશો સંબંધ જ નહીં !
ઉપનિષદના પેલા શાંતિમંત્રમાં, “પૂર્ણ”માંથી “પૂર્ણ” પ્રગટ્યું ત્યાં સુધી તો ઠીક, પરંતુ તે “પૂર્ણ”માંથી “પૂર્ણ”ને બાદ કર્યા પછી પણ “પૂર્ણ” જ શેષ રહે, એમ કહેવામાં આવ્યું ત્યારે, બ્રહ્મની આ અપારતાનો જ એમાંથી સંકેત સાંપડે છે : બ્રહ્મ જો અખૂટ (In-exhaustible) હોય તો જ આવું શક્ય બને !
આવી “અપારતા”નો આદર્શ (Ideal) એટલે સાગર ! શિષ્ય પ્રસન્નતાપૂર્વક જણાવે છે કે “હે કરુણાનિધાન સદ્ગુરુ ! આજે હું આપની કૃપાથી, સાગર જેવો “અપાર” બની ગયો છું ! (અનં અભ્ભોધિવત્ પારવિનિત: અસ્મિ।)."
વિવેકચૂડામણિ / ૯૯૫