________________
ભીઉપદેશસહસ્ત્રી–ગઘબંધ.
૬૭૩ હવા,) ત્યાંસુધીની આ શ્રુતિ પણ છે. શિષ્યને બ્રહ્મવિદ્યાનું દૃઢ ગ્રહણ થાય ત્યાંસુધી સદ્દગુરુએ પુનઃ પુનઃ બ્રહ્મવિદ્યાને ઉપદેશ તેને શા માટે કરે જોઈએ ? એમ શંકા થાય છે તેનું સમાધાન કહે છે:–દઢ ગ્રહણ કરેલી બ્રહ્મવિદ્યાજ પિતાના અવિવાદિ દેષરૂપ બંધની નિવૃત્તિ માટે તથા શિષ્ય પ્રશિષ્યાદિમાં ચલાવવા માટે સમર્થ થાય છે; અને નદીને પાર પામવા ઈચ્છનાર મનુષ્યને જેમ ' નદીને પાર પામવામાં વહાણ ઉપયોગી થાય છે, તેમ બ્રહ્મવિદ્યાનું શિષ્યપ્રશિષ્યાદિદ્વારા સંરક્ષણ સંસાર સાગરમાં ડુબતા પ્રાણીઓને બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવવારૂપ તેમના અનુગ્રહ માટે થાય છે. આ બ્રહ્મવિધા આગળ કહેલા લક્ષણવાળા શિષ્યને આપવાની છે, પણ ગમે તે રીતે આવેલાને ધનાદિના લેભથી તે આપવાગ્ય નથી એમાં શ્રુતિવચન પણ છે. જે કોઈ અપાત્ર આ સમુદ્રથી વીંટાયેલી ને ધનવડે પરિપૂર્ણ પૃથિવી આપે તો પણ તેને આ બ્રહ્મવિદ્યા ન આપવી, તેથી ધનથી પૂર્ણ પૃથિવીના દાનથી પણ આ બ્રહ્મવિદ્યા બહુ શ્રેષ્ઠ છે એમ જાણવું. ૨.
જિજ્ઞાસુ મનુષ્ય વિદ્યાના અધ્યયનવડે બ્રહ્મને જાણી શકશે, માટે તેને સદ્દગુરુને શરણે જવાની અગત્ય નથી એમ કઈ શંકા કરે તો તેના સમાધાનમાં કહે છે--
__ अन्यथा च ज्ञानप्राप्त्यभावात् आचार्यवान् पुरुषो वेद । आचार्याद्धैव विद्या । आचार्यतावितं सम्यग्रहानं प्लव इहोच्यत इत्यादिश्रुतिभ्यः। उपदेश्यंति तेशानमित्यादिस्मृतिभ्यश्च ॥३॥