________________
મહાકષ્ટ પડયું હતું ત્યારનું તેણીએ સંસારનું સુખ એકે તણવત્ ગણી પ્રભુમાં ચિત્ત એડયું હતું. બાઈને સ્વભાવ દરેક સાથે મળતાવડે હતા, અને કોઈને લગાર ખોટું લાગે એવું બોલવાને સ્વભાવ નહે. તેઓ સ્વભાવે લગાર અકળાં હતાં તે પણ તેમનામાં દયા, ક્ષમા ને દીનતા તે ખરેખર નમુનારૂપ હતાં. પિતાના પતિના સ્મરણાર્થે આ સાળી બાદએ ટુંક વખતમાં લગભગ પચીશ હજાર રૂપીઆ ધર્માદામાં ખરચી નાંખ્યા હતા. ગરીબોને હમેશાં શી રીતે સુખ થાય તેના સતત વિચારમાં અને ધાર્મિક કથાવાર્તાઓ સાંભળવામાં જ તેમણે પિતાનું દુઃખિત જીવન વ્યતીત કર્યું હતું. શ્રી પરમાત્મા તે સ્વસ્થ બાઇને પરમપદની પ્રાપ્તિ કરાવે એટલોજ આ વૃત્તાંત લખનાર તેમના જેણબંધુની તે પરમકૃપાળુ પરમાત્માપ્રતિ પ્રાર્થના છે. આ બાઈ જ્ઞાતે અમદાવાદનાં ભટ્ટ મેવાડા બ્રાહ્મણ હતાં.
મંત્રી,