________________
૩૩૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ભાવવાળું [ છે, એ જે પદાર્થને સંશયાદિરહિત નિશ્ચય તે જ વિવેક.
આત્માનું સ્વરૂપ અવિનાશી છે, અને પ્રતીત થતા જડ પદાર્થો તે આત્માના સ્વરૂપથી વિપરીતભણું જનારા એટલે વિનાશી અથવા અસત્યસ્વભાવવાળા છે, આવો જે બંને પદાર્થોના સ્વરૂપમાં સંશયવિપયયરહિત દઢ નિશ્ચય તે વિવેક કહેવાય છે. “આવનાર ઘા - મા” (અરે ! મેયિ! આ આત્મા અવિનાશી જ છે,) આ શતિમાં આત્મા અવિનાશી છે એમ જણાવ્યું છે. આત્મા અવિનાશી છે, દ્રષ્ટા હોવાથી, જે જે પદાર્થ દ્રષ્ટા હેતું નથી તે તે પદાર્થ અવિનાશી હોતો નથી, જેમ ઘટાદિ. આત્માથી ભિન્ન સવી વિનાશી છે, દશ્ય હોવાથી, જે પદાર્થ અવિનાશી હોય છે તે પદાર્થ દસ્ય હોતો નથી, જેમ આત્મા. આ બે અનુમાન વડે આત્માનું અવિનાશીપણું ને દશ્યનું વિનાશીપણું સિદ્ધ થાય છે. ૫.
હવે વૈરાગ્યના કાર્યરૂપ શાદિ છ સંપત્તિનું નિરૂપણ નીચેના ત્રણ કાવડે કરે છે –
सदैव वासनात्याग: शमोऽयमिति शब्दितः । निग्रहो बाह्यवृत्तीनां दम इत्यभिधीयते ॥ ६॥ विषयेभ्यः परावृत्तिः परमोपरतिर्हि सा । सहनं सर्वदुःखानां तितिक्षा सा शुभा मता ॥ ७ ॥ निगमाचार्यवाक्येषु भक्तिः श्रद्धेति विश्रुता । चित्तैकाग्यं तु सलक्ष्ये समाधानमिति स्मृतं ॥ ८ ॥
સર્વદાજ વાસનાને ત્યાગ આ શમ એમ કહેવાય છે, [અને] બાદિયેને નિગ્રહ દમ એમ કહેવાય છે.