________________
૩૧૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રો.
વેદમાં જેને જવરૂપે પ્રવેશ અને તેમના પ્રતિ નિ. . ચંતાપણું સંભળાય છે તે બ્રહ્મ એમ નક્કી કર.
ત~gr તહેવાનુurtવરાત્” (તેને રચીને તેમાંજ અનુપ્રવેશ કરતા હવા,) ઇત્યાદિ કૃતિઓમાં જેને વરૂપે શરીરમાં પ્રવેશ સાંભળવામાં આવે છે, અને “મીષામrટ્રાત: પતે” (આના ભયથી વાયુ વાય છે,) ઈત્યાદિ શ્રુતિઓમાં તે જીવોને પ્રતિ આનું નિયંતાપણું સંભળાય છે, તે બ્રહ્મ છે એમ તું નક્કી કર. અંતઃકરણરૂપ ઉપાધિના ભેદથી છોને ભેદ પ્રતીત થાય છે. અંતઃકરણરૂપ જડ ઉપાધિઓને લીધે બ્રહ્મમાં જીવોની પ્રતીતિ થતી હોવાથી તે જીવો બ્રહ્મથી ભિન્ન નથી. ૩૫.
જીવનાં પુણ્ય, પાપ ને મિશ્ર કર્મોનું ફલ પણ તેઓ આપે છે એમ જણાવે છે –
कर्मणां फलदातृत्वं यस्यैव श्रूयते श्रुतौ ।। जीवानां हेतुकर्तृत्वं तद्ब्रह्मेत्यवधारय ॥ ३६ ॥
જેનું શ્રુતિમાં કમીનાં ફલોનું દાતાપણું [અને] જીને પ્રેરણા કરનારપણું સંભળાય છે તે બ્રહ્મ એમ નક્કી કર.
જડ કર્મો પોતાની મેળે કર્તાને યથાયોગ્ય ફલ આપી શકે નહિ, તેથી જે માયા સહિત ચેતનને શ્રુતિમાં જીવોએ કરેલાં કર્મોનું ફલ આપનારું કહ્યું છે, અને જીવોએ સાભિમાન કર્મોવડે પિતાના અંતઃકરણમાં જેવા જેવા સંસ્કારે પાડ્યા હોય તેવા તેવા સંસ્કારો પ્રમાણે તેમને પ્રેરણું કરનારું પણ કહ્યું છે, તે માયા સહિત ચેતન સગુણબ્રહ્મ છે એમ તું નક્કી કર. ૩૬.
તવમસિ” આ મહાવાક્યમાં રહેલાં તપદ ને ચંપદના
અથા