________________
શ્રી સિદ્ધાન્તબિંદુસ્તોત્ર.
૨૯૩
પણનો-ઉપદેશ કરેલ હોવાથી; તેના સ્વપ્રકાશરૂપ જ્ઞાનરૂપણથી, ને તેના અન્યના આશ્રયપણુંના અભાવથી તે સાક્ષિરૂપ બ્રહ્મથી ભિન્નરૂપે પ્રતીત થતું સાક્ષીને વિષયરૂપ આ સર્વ જગત તુચ્છ છે, સત્ય નથી. તે અદ્વિતીય, સર્વ સાક્યના બાધમાં પણ અબાધિત, સર્વદશ્યના સંબંધથી સર્વદા રહિત, ને પરમાનંદપ્રકાશરૂપ બ્રહ્મ
| સર્વ ઉપનિષદેવડે પ્રતિપાદન કરેલ બ્રહ્મ વાણીવડે યથાયોગ્ય કહી શકાય એવું નથી એમ જણાવી હવે આ સ્તોત્રની સમાપ્તિ
न चैकं तदन्यद् द्वितीयं कुत: स्यात् , न वा केवलत्वं न चाकेवलत्वम् न शून्यं न चाशून्यमद्वैतकत्वात्, कथं सर्ववेदांतसिद्धं ब्रवीमि ॥१०॥
___ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं श्रीसिद्धांतबिन्दुस्तोत्रं संपूर्णम् ॥ १३ ॥
જે એક નથી, [ ] તેનાથી ભિન્ન દ્વિતીય કયાંથી હોય? અથવા કેવલપણું નથી, તેમ અકેવલપણું નથી, શૂન્ય નથી, તેમ અશુન્ય નથી, અદ્વૈતપણુથી સર્વ વેદાંતથી સિદ્ધને કેવી રીતે કહું?
બ્રહ્મથી ભિન્ન અહિં કાંઈ પણ સત્ય વસ્તુ જ નથી, તો પછી તેને એક કેમ કહેવાય? કેમકે બે આદિ સંખ્યાની અપેક્ષાવાળો એક શબ્દ છે. માત્ર જિજ્ઞાસુને સમજાવવા માટે તેને એક ને અદિતીય કહેવામાં આવે છે, તે એક ને અદ્વિતીયમાં તેનાથી ભિન્ન દ્વિતીય ક્યાંથી સંભવી શકે? નજ સંભવી શકે. અન્ય હેય તેજ કેવલપણું ને અકેવલપણું કહેવાય, પરંતુ જ્યાં અન્ય છેજ નહિ ત્યાં કેવલપણું વા