________________
non Ann
y
u
v
* *
* *
૨૭૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તેમને સહન કરવાના સ્વભાવવાળો છે, તેથી તું કોઈને શત્રુ માનીને તેના ઉપર નિરર્થક કેધ કરે છે. તું સર્વ પ્રાણિપદાર્થમાં તેના વિવતેંપાદનકારણરૂપ તારા વાસ્તવિક સ્વરૂપને જે, ને તારાથી તે ભિન્ન છે આવા ભેદજ્ઞાનરૂપ અજ્ઞાનને તારા હૃદયમાંથી નિઃશેષ પરિત્યાગ કર. વળુિ : ને સ્થાને મહિg: એવું પાઠાંતર સ્વીકારતાં તેને મારામાં અસહનશીલ એવો અર્થ થાય છે. સર્વ પદ્ય હિ મારવા એવું ત્રીજું ચરણ સ્વીકારીએ તો તેનો અર્થ સર્વને માયાજાલજ જે એવો થાય છે. ચોથા ચરણમાં મેરાશાનંને સ્થાને મેરાને સ્વીકારીએ તે ભેદજ્ઞાન એ તેને અર્થ થાય છે. ૮.
હવે બ્રહ્મસાક્ષાત્કારના અન્ય સાધનોનું વિધાન કરે છે – प्राणायाम प्रत्याहारं, नित्यानित्यविवेकविचारम् । जाप्यसमेतसमाधिविधानं, कुर्ववधानं महदवधानम् ॥ ९ ॥
પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્યાનિત્યના વિવેકને વિચાર, જપવાયેગ્યસહિત સમાધિકિયા, સંપ્રજ્ઞાતવેગ નિ અસંપ્રજ્ઞાતોગ કર. | હે મુમુક્ષો ! તું અનુલોમ વિલોમ ને ભસ્ત્રિકાનામના કુંભકવડે પ્રાણને નિરોધ કરવારૂપ પ્રાણાયામ કર, ઇદ્રિના બાહ્ય વેગ રેકી 'તેમને અંતઃકરણને અનુસરતી કરવારૂપ પ્રત્યાહાર કર, સચ્ચિદાનંદસ્વભાવવાળું બ્રહ્મ નિત્ય છે, અને માયા તથા માયાનાં કાર્યો અનિત્ય છે એમ તે બંનેની પૃથતા ને વિલક્ષણતાને વિચાર કર, પ્રણવના જ સહિત ધારણા, ધ્યાન ને સમાધિ કર, તથા બ્રહ્મમાં સંયમ, બ્રહ્મમાં સંયમને પરિપાક, ને પરવૈરાગ્યદ્વારા અસંપ્રજ્ઞાતોગ કર. આ સર્વ તારા અધિકારપ્રમાણે સલ્લુસથી જાણીને શ્રદ્ધા તથા ઉત્સાહથી