________________
ચિનશુિદ્ધ થાય છે એ મારે અભિપ્રાય છે. શ્રીશંકર મહેશ્વરી અવતાર છે. સત્યયુગમાં શ્રીકમિલ, ત્રેતાયુગમાં શ્રીદતાત્રેય, ને દ્વાપરમાં યાસભગવાન જેવા જ્ઞાની થયા, તેવાજ જ્ઞાની. કલિયુગમાં આ શ્રી શંકર છે, તેથી તેમના અભિપ્રાયને અનુસરીને તમે આ ભવસાગર તરી જાઓ.” એમ કહી શ્રીજૈમિનિ અંતર્ધાન થયા. પશ્ચાત મડનમ આચાર્યભગવાનને માનપૂર્વક કહ્યું: --“પ્રભે ! આપ મુમુક્ષુઓને ઉદ્ધાર કરવા પ્રકટયા છો. આપનું વાસ્તવિક સ્વરૂપ એળખ્યા વિના મારાથી અજ્ઞાનને લીધે આપના પ્રતિ જે અવિનય કરાયો હોય તેની હું નમ્રભાવે ક્ષમા યાચું છું. આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. હું મારા માનેલા સર્વ પ્રાણિ પદાર્થોનો પરિત્યાગ કરી આપશ્રીને શરણે આવ્યો છું. મારા અંતઃકરણના સર્વ સંશય દૂર થઈ ગયા છે. હવે હું આપશ્રી રી સર્વ આજ્ઞાઓને શિરોધાર્ય ગણુ અક્ષરશઃ તેજ પ્રમાણે વર્તવાને શુદ્ધભાવથી તત્પર છું. ”
પછી આચાર્યભગવાનની મંડનમિશ્રને સંન્યાસ આપવાની ઇચ્છા જાણી મંડનમિશ્રનાં પત્ની સરસ્વતીએ આચાર્યભગવાનને કહ્યું કે -- “સ્ત્રી એ પુરુષનું અધું અંગ ગણાય છે, માટે આપે જ્યાં સુધી શાસ્ત્રાર્થમાં મારો પરાજય કર્યો નથી, ત્યાં સુધી મારા પતિને આપે પૂરે પરાજય કર્યો ગણાય નહિ, તેથી આપે મારી સાથે શાસ્ત્રાકરી મારે પણ પરાજય કરવો જોઈએ.” સરસ્વતીનાં એવાં વચન સાંભળી આચાર્યભગવાને તેમને કહ્યું --“ સંન્યાસીએ કોઈ પણ સ્ત્રીની સાથે શાસ્ત્રાર્થ કરવો એગ્ય ગણુંયે નહિ, તેથી તમારી સાથે શાસ્ત્રાર્થ કરી શકાય નહિ.” તેના ઉત્તરમાં સરસ્વતીએ કહ્યું કે:--આપ જ્ઞાની છે. પૂર્વે જ્ઞાની યાજ્ઞવલ્કયે ગાર્ગીની સાથે અને રાજર્ષિ જ્ઞાની જનકે સુલભાની સાથે શાસ્ત્રાર્થ કરેલ છે. આપ પણ જ્ઞાની છે, તથા આપને મારા મતનું ખંડન કરવું છે, માટે આપે મારી સાથે