________________
૨૦૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. वेदोऽनादितया वा, यद्वा परमेश्वरप्रणीततया। भवति परमप्रमाणं, बोधो नास्ति स्वतश्च परतो वा ॥४४॥
અનાદિપણુવડે અથવા ઈશ્વરને પ્રતપણા વડે વેદ પરમપ્રમાણ છે. આત્મજ્ઞાન પિતાની મેળે કે બીજાથી થતું નથી.
વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદરૂપ વેદો ઉત્તિરહિતપાવડે, અથવા પરમેશ્વરના નિ:શ્વાસરૂપે પ્રકટ થયેલા હોવાથી સર્વ પ્રમાણમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મને બોધ કરનાર ઉપનિષદાક્યરૂપ પ્રમાણુવિના પિતાની બુદ્ધિવડે અથવા બીજા પ્રમાણદિવડે પુરુષને આત્મસાક્ષાત્કાર થતું નથી. ૪૪.
આત્મજ્ઞાનમાં વેદ ભલે પ્રમાણ છે, પણ તેને બીજા પ્રમાણની અપેક્ષા હોવી જોઈએ, એમ શંકા થાય છે તેના ઉત્તરમાં કહે છે - नापेक्षते यदन्यद्यदपेक्षन्तेऽखिलानि मानानि । वाक्यं तन्निगमानां, मानं ब्रह्माद्यतीन्द्रियावगतौ ॥४५॥
જે અન્યની અપેક્ષા કરતું નથી, અને સર્વ પ્રમાણે જેની અપેક્ષા કરે છે, તે વેદનું વાક્ય બ્રહ્મ આદિ અતદ્રિયના જ્ઞાનમાં પ્રમાણરૂપ [છે.]
જે વેદરૂપ પ્રમાણુ પિતાની સિદ્ધિમાં અન્ય કોઈ પ્રમાણની અપેક્ષા કરતું નથી, પણ અન્ય સર્વ પ્રમાણે પિતાની સિદ્ધિ માટે જેની અપેક્ષા કરે છે, તે વેદેનાં વાક્યરૂપ પ્રમાણ બ્રહ્મ અને સ્વર્ગાદિ ઈન્ડિના અવિષયભૂત પદાર્થના જ્ઞાનમાં પ્રમાણભૂત છે. ૪૫.
હવે અન્ય પ્રમાણોને જણાવનારના જ્ઞાનમાં બીજા પ્રમાણની અપેક્ષા નથી એમ કહે છેઃ