________________
શ્રીતત્ત્વમેાધ.
૧૭૩
બ્રહ્મને આશરે રહેલી સત્ત્વગુણ, રજોગુણ ને તમેાગુણરૂપ માયા છે. તેથી આકાશ ઉત્પન્ન થયું. આકાશથી વાયુ ઉત્પન્ન થયેા. ] વાયુથી તેજ [ ઉત્પન્ન થયું. ] તેજથી જલ [ઉત્પન્ન થયું. ] જલથી પૃથિવી [ ઉત્પન્ન થઇ. ]
एतेषां पंचतत्वानां मध्ये आकाशस्य सात्त्विकांशाच्छ्रात्रे न्द्रियं संभूतम् । वायो: सात्त्विकांशात्त्वगिंद्रियं संभूतम् । अग्नेः साविकांशाञ्चक्षुरिन्द्रियं संभूतम् । जलस्य सात्त्विकांशाद्रसनोन्द्रियं संभूतम् । पृथिव्याः सात्त्विकांशाद् प्राणेन्द्रियं संभूतम् । एतेषां पञ्चतत्वानां समष्टिसात्त्विकांशान्मनोबुद्ध यहंकार चित्तान्तःकरणानि સંમૂતાનિ ॥
આ પાંચ ભૂતામાં આકાશના સત્ત્વગુણના અંશમાંથી શ્રાદ્રિય ઉપજી. વાયુના સત્ત્વગુણુના અંશમાંથી ત્વચા ઇંદ્રિય ઉપજી. અગ્નિના સત્ત્વગુણુના અંશમાંથી નેવેંદ્રિય ઉપજી. જલના સત્ત્વગુણુના અંશમાંથી રસને દ્રિય ઉપજી. પૃથિવીના સત્ત્વગુણુના અશમાંથી નાસિકેન્દ્રિય ઉત્પન્ન થઇ. આ પાંચ ભૂતાના મળેલા સત્ત્વગુણુના અશમાંથી મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્તરૂપ અંતઃકરણા ઉપજ્યાં.
संकल्पविकल्पात्मकं मनः । निश्चयात्मिका बुद्धि: । अहंकर्ता अहंकारः । चिन्तनकर्तृ चित्तम् ॥ मनसो देवता चंद्रमाः । बुद्धेर्ब्रह्मा । સદ્દાસ હતું: ચિત્તસ્ય વસ્તુનેવ: ॥
મન સંકલ્પવિકલ્પરૂપ [છે, ] બુદ્ધિ નિશ્ચયરૂપ [છે, ] અભિમાન કરનાર અહંકાર [છે, ને ] ચિંતન કરનાર ચિત્ત છે.] મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના બ્રહ્મા, અહંકારના રુદ્ર, ને ચિત્તના વાસુદેવ [ છે. ]