________________
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદ રત્નો. કરેલું છે એ, શ્રીસની નિષ્કટભાવે સેવા કરવારૂપ તથા મન, વાણી ને શરીરવડે સર્વ સ્ત્રીઓના વિકાર ઉપજાવનારા સંગથી દૂર રહેવારૂપ બ્રહ્મચર્યના પરિપાલનમાં સર્વદા દંભરહિત પ્રીતિવાળે, ને આ પ્રતીત થતું સર્વ જગત કલ્પિત નામ, રૂ૫ ને ક્રિયાનો બાધ કરતાં વસ્તુતાએ બ્રહ્મરૂપજ છે એમ જે સ્વાનુભવથી જાણનારે છે, તે વાસ્તવિક બ્રહ્મચારી કહેવાય છે. ૫૧.
હવે વાસ્તવિક ગૃહસ્થ કેને કહેવો તે જણાવે છે –
હાથ ગુમ થરથ રાજા મુરા ગુor: પુર્વત્તિ જ નાદું સૌંતિ કુરિમાન્ ! ૨ -
જે ગુણમાં મધ્યસ્થ તે ગૃહસ્થ છે, શરીર ઘર કહેવાય છે. ગુણે કર્મો કરે છે, હું કર્તા નથી, એમ બુદ્ધિમાન સમજે છે. * જે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ ને આ જગતરૂપ ગુણનાં કાર્યોમાં રાગદ્વેષરહિત રહે છે તે ગૃહસ્થ કહેવાય છે. આ પ્રતીત થતું સ્થલશરીર, તેની અંતર રહેલું સૂક્ષ્મ શરીર, ને તેની અંતર રહેલું કારણુશરીર ગૃહસ્થનું–આત્મસ્વરૂપને જાણુનાર જ્ઞાનીનું–બર કહેવાય છે. સત્વગુણ, રજોગુણ તે તરુણના કાર્યરૂપ અંતઃકરણ પ્રાણ, ઇદ્રિ ને શરીર આ સર્વ કર્મો કરે છે, હું અસંગ ને અપરિણામી આત્મા કાંઈ પણ કામ કરતું નથી એમ જ્ઞાની ( ગૃહસ્થ ) સમજે છે. પર. - કૃપા કરીને હવે વાસ્તવિક વાનપ્રસ્થના સ્વરૂપનું વર્ણન કરે છે - ३. किमुप्रैश्च तपोभिश्च यस्य ज्ञानमयं तपः ।
हर्षामर्षविनिर्मुक्तो वानप्रस्थः स उच्यते ॥ ५३ ॥