________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. થને પ્રકાશે તેને ફલવ્યાપ્તિ કહેવામાં આવે છે. આત્માની ઉપરના આવરણનો એક વાર ભંગ થયા પછી તે આત્મા સર્વદા નિરાવરણરૂપે પ્રકાશે છે, અનુભવાય છે, પછી વૃત્તિવ્યાપ્તિની પણ અપેક્ષા રહેતી નથી. ૩૫.
હવે ઉન્મનોદશાનું સ્વરૂપ વર્ણવે છે – अर्थादर्थे यदा वृत्तिर्गन्तुं चलति चान्तरे । निराधारा निर्विकारा या दशा सोन्मनी स्मृता ।। ३६ ॥
જ્યારે વૃત્તિ એક પદાર્થથી બીજા પદાર્થભણું જવાને ચાલે છે ત્યારે મધ્યમાં જે તેની નિરાધાર અને નિવિકાર દશા છે તે ઉન્મની કહી છે.
જ્યારે અંતઃકરણની વૃત્તિ અંતઃકરણમાંથી ઊઠીને કાઈ પદાર્થભણી જાય છે, અથવા કઈ પદાર્થને આકારે થઈ હોય ત્યાંથી બીજા પદાર્થને આકારે થવા તે પદાર્થભણી જાય છે, ત્યારે તે બેની વચ્ચે અંતઃકરણની વૃત્તિ કેઈ પણ પદાર્થના આલંબનવાળી હોતી નથી, તેમજ આલંબનને અભાવે તે રાગદ્વેષાદિ વિકારવાળી પણ હોતી નથી, અર્થાત બ્રહ્માકાર થયેલી હોય છે. વૃત્તિની આવી આલંબનવિનાની ને વિકારવિનાની-- બ્રહ્મરૂપે–જે સ્થિતિ તે સ્થિતિ યોગીઓએ ઉન્મની કહી છે. ૩૬. " ચિત ને ચિત્તના ભિન્ન સ્વરૂપને કહે છે – चित्तं चिच्च विजानीयात् तकाररहितं यदा ।
तकारं विषयाध्यासं जपारागो यथा मणी ॥ ३७ ॥ - જ્યારે ચિત્ત તકારરહિત હોય ત્યારે તેને ચિત્ જાયુવું. જેમાં મણિમાં જાસુદીના ફુલની રતાશ છે તેમ ચિતમાં તકાર વિષયાધ્યાસ છે.