________________
૭૯૮
શરીરમાં “અહંભાવ કે “મમભાવ રહિત થઈ, શરીરને અભિમાન વગર ધારણ કરવું, તે શરીરને વિમાન સાથે ધારણ કરવા બરાબર છે.”
(છંદ-ઉપજાતિ) दिगम्बरो वापि च साम्बरो वा
त्वगम्बरो वापि चिदम्बरस्थः । उन्मत्तवद्वापि च बालवद् वा
पिशाचवद् वापि चरत्यवन्याम् ॥५४१॥ વિવસ્વસ્થ = ચૈતન્યરૂપ વસ્ત્ર ધારણ કરતો (આ મહાપુરુષ) વિનર: વા પિ = કોઈક વાર વસ્ત્રહીન દશામાં હોય છે,. साम्बरः वा = તો કોઈક વાર વસ્ત્રયુક્ત હોય છે,
સ્વર: વા મv = કોઈક વાર મૃગચર્માદિ ધારણ કરતો હોય છે, ઉન્મત્તઃ વી ગાપિ = તો કોઈક વાર ગાંડા માણસની જેમ વાવ વા = અગર તો બાળકની જેમ રહે છે. ' પિશાવવત્ પ વા = વળી ક્યારેક ભૂતની જેમ પણ કવન્યાં વરતિ = ભૂમિ પર વિચરે છે.
સહજ અને સ્વાભાવિક આત્મક્રીડા કરનારો જ્ઞાની મહાપુરુષ આ શરીરને અભિમાન રહિત થઈ ધારણ કરે છે અર્થાત્ શરીરમાં અહંભાવ કે મમભાવ ત્યાગી દઈ, શરીરનું અવલંબન સ્વીકારે છે અને તે જ કારણે અન્યની ઇચ્છાથી મળેલા સમસ્ત વિષયોને બાળકની જેમ પ્રતિક્રિયા વિના સહજ રીતે ભોગવે છે. એમ, જ્ઞાનીના ભોગમાં પણ બાળકની નિઃસ્પૃહા અગર જ્ઞાનીનો સાક્ષીભાવ જણાય છે. આમ છતાં જ્ઞાનીના અવ્યક્ત લિંગ, લક્ષણો કે ચિનો કંઈ બહારથી સ્પષ્ટ રીતે જણાતા નથી. કોઈ પણ બાહ્ય પદાર્થોમાં તેની આસક્તિ પણ વ્યક્ત થયેલી જણાતી નથી. માટે જ જ્ઞાનીની