________________
૭૯૭
અભય થઈ સ્મશાન કે અરણ્યમાં નિદ્રાધીન થાય છે અને નિરંકુશપણે સ્વતંત્રતાપૂર્વક ધારે તે સ્થળે નિવાસ કરે છે અને ઇચ્છે ત્યાં વિહાર કરે છે, સરિતાના નિર્મળ જળનું પાન કરે છે, અન્નની ચિંતાથી નિશ્ચિત થઈ બ્રહ્માનંદમાં રમણ કરે છે. તથા દયા કે ઉપકાર વગર ભિક્ષામાં જે કંઈ અન્ન મળે તેનું ભોજન કરે છે. આમ, સમગ્ર સૃષ્ટિના સંગમાં રહી જીવનવ્યવહાર ચલાવે છે છતાં વ્યષ્ટિ કે સૃષ્ટિ સાથે ના તેમને સંબંધ છે, સ્નેહ છે કે ના કોઈમાં અનુરાગ છે. તેથી સમૂહમાં હોવા છતાં એકાંતમાં છે અને એકલા એકાંતમાં, ઐક્યદૃષ્ટિમાં રહેવા છતાં, સમગ્ર બ્રહ્માંડરૂપી વસ્ત્રને બાથમાં લઈ વૈરાગ્યસુંદરીના સાથમાં નિરંતર આત્મસ્મરણ રૂપી ક્રીડામાં નિમગ્ન રહે છે.
(છંદ-ઉપજાતિ) विमानमालम्ब्य शरीरमेतद्
भुनक्तयशेषान् विषयानुपस्थितान् । परेच्छया बालवदात्मवेत्ता
योऽव्यक्तलिङ्गोऽननुषक्तबाह्यः ॥५४०॥ अव्यक्तलिङ्गः
= અજ્ઞાત ચિહ્નવાળો यः आत्मवेत्ता
= તે આત્મજ્ઞાની તત્ શરીર વિનાનું ગાન = આ શરીરને અભિમાન રહિત
થઈ ધારણ કરે છે તથા परेच्छया
= બીજાઓની ઇચ્છાથી उपस्थितान् अशेषान् विषयान् = મળેલા સમસ્ત વિષયોને बालवत् भुनक्ति
= બાળકની જેમ ભોગવે છે. (છતાં) अननुषक्त बाह्यः
= બહારની વસ્તુઓમાં આસક્ત
થતો નથી. (एतद् शरीरं विमानं आलम्ब्यः विगतः मानः यस्मिन् कर्मणि यथा स्यात् तथा तत् विमानम्)