________________
૭૮૯
આ ઘડો છે' એવું જાણવા માટે માત્ર બુદ્ધિની વૃત્તિ ઘટાકાર થવી જોઈએ એટલું જ પર્યાપ્ત છે. જો બુદ્ધિની વૃત્તિ ઘટાકાર થઈ ઘડાને ઓળખી જાય અને ઘડાનું જ્ઞાન થાય, તો પછી ઘડાના સાક્ષાત્કાર માટે અન્ય કઈ વસ્તુની અપેક્ષા રહે? તે જ પ્રમાણે આત્મલાભરૂપી મહાન લાભની પ્રાપ્તિ બાદ જીવન્મુક્તને રહેતી નથી કોઈ નિયમની અપેક્ષા કે ન હોઈ શકે તેને વિધિનિષેધની લક્ષ્મણરેખા.
જીવન્મુક્તિના સંચિત અને આગામી કર્મ તો જ્ઞાનમાં ભસ્મીભૂત થયેલા છે અને પ્રારબ્ધને તો, જીવન્મુક્ત શરીરના તાદાભ્યને તોડીને કે શરીરમાં અજ્ઞાનકાળે રહેલી અહમ્ અને મમભાવની વૃત્તિને બાળી ઓળંગી ચૂક્યો છે તેથી જો જીવન્મુક્તને શરીર જેવું કંઈ નથી, તો પ્રારબ્ધ તો ક્યાંથી હોય? આમ, શરીર અને પ્રારબ્ધ વિનાના અસંગ નિર્લેપ આત્માને જગતનો કયો નિયમ અડી શકે કે બાંધી શકે? છતાં જો એવું માનીએ કે જીવન્મુક્તના શરીરને પ્રારબ્ધ હોય છે અને માટે જીવન્મુક્તનું શરીર પ્રારબ્ધપર્યત જીવતું રહે છે, તો તેવું માનવામાં પણ જ્ઞાની કે જીવન્મુક્તને કોઈ પણ કર્મ કરવામાં કોઈ નિયમ આડે આવતો નથી. માટે જ આદિ શંકરાચાર્યજીએ પોતે સંન્યાસી હોવા છતાં પોતાની માતાના મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો હતો. તેમને શરીરના કે આશ્રમના કોઈ પણ નિયમો બાંધી શકે તેમ નહોતા. કારણ કે શંકરાચાર્યજીની - જ્ઞાનદષ્ટિમાં વર્ણ અને આશ્રમના નિયમો શરીરને લાગુ પડે, આત્માને કદાપિ નહીં. છતાં શંકરાચાર્યજી જેવા જીવન્મુક્તના શરીર દ્વારા જો અગ્નિ સંસ્કાર થયો હોય, તો પણ તેવા કર્મનું ફળ શાસ્ત્ર મુજબ તેમની નિંદા કરનારને મળે અગર જો તેમના શરીર દ્વારા પુણ્યકર્મ થયું હોય તો તેનું ફળ તેમના ભક્તો, શિષ્યો કે સેવા કરનારને મળે. પરંતુ સાક્ષાત્ બ્રહ્મ તરીકે જીવનારા શંકરાચાર્યજીને ન તો કર્મફળનો નિયમ નડે કે વર્ણાશ્રમના નિયમો અડી શકે. માટે જ મુનિઓએ હંમેશા સાક્ષીભાવે નિઃસંકોચ થઈ કર્મો કર્યા છે અને કોઈ પણ કર્મ કરતા તેઓ ન તો વિધિ-નિષેધના નિયમોથી પાછા વળ્યા છે, અટક્યા છે કે ડર્યા છે. પરંતુ તેવા સૌ નિયમોને નેવે મૂકીને