________________
૭૮૨
હે શિષ્ય! જેવી રીતે આંખવાળા મનુષ્યોને રૂપ કે આકાર સિવાય અન્ય કઈ વસ્તુ દશ્ય થાય છે? આંખ, રૂપ અને આકાર જોવા માટે જ પ્રમાણ મનાય છે તેથી રૂપ સિવાય આંખને કંઈ જ જણાય નહીં. શબ્દ, સ્પર્શ, સ્વાદ કે ગંધનું જ્ઞાન આંખને થઈ શકે નહીં અને રૂપ સિવાય આંખ કંઈ જોઈ શકે નહીં. તેવી જ રીતે બ્રહ્મજ્ઞાનીની સૂક્ષ્મબુદ્ધિ બ્રહ્મતત્ત્વને જાણવા માટે પ્રમાણ હોઈ, સ્થૂળબુદ્ધિવાળાને બ્રહ્મદર્શન થતું નથી પરંતુ સૂક્ષ્મબુદ્ધિવાળો બ્રહ્મ સિવાય અન્ય કઈ વસ્તુ જોઈ કે જાણી શકે? જ્ઞાનીની સૂક્ષ્મબુદ્ધિને તો બ્રહ્મ જ વિહાર અને વિલાસનું સ્થાન છે. તેથી હે શિષ્ય! બધી જ અવસ્થાઓમાં અતિશાંત મન દ્વારા આત્મા ઉપર દષ્ટિ રાખીને બ્રહ્મ જ સત્ય છે એમ જાણી, દરેક અવસ્થામાં આ જગત સર્વ દિશાઓમાંથી વહેતા બ્રહ્મપ્રતીતિના પ્રવાહ જેવું જ છે, એમ જાણ.
હે શિષ્ય! યાદ રાખ કે એવો કયો વિદ્વાન હશે કે જે પરમ આનંદરસના અનુભવનો ત્યાગ કરીને અન્ય અર્થહીન વસ્તુઓમાં પણ રમણ કરે? જો અત્યંત આનંદ પ્રદાન કરનાર શીતળ શશી આકાશમાં પ્રકાશતો હોય ત્યારે તેને ભૂલીને ચિત્રમાં ચિતરેલા ચંદ્રને જોવાની ઇચ્છા કોણ કરે? -
અતીન્દ્રિય સુખના સાગર જેવા આત્માની પ્રાપ્તિ પછી આદિ અને અંતવાળા ક્ષણભંગુર વિષયસુખમાં જ્ઞાનીઓ કદાપિ રમણ કરતાં નથી.
| (છંદ-ઉપજાતિ) असत्पदार्थानुभवे न किञ्चिन्
न ह्यस्ति तृप्तिर्न च दुःखहानिः । तदद्वयानन्दरसानुभूत्या
तृप्तः सुखं तिष्ठ सदात्मनिष्ठया ॥५२४॥ મન્ પાર્વાનુમતે = મિથ્યા પદાર્થોનો અનુભવ કરવાથી किञ्चित्
= જરા પણ