________________
૭૭૪
सर्ववस्तुप्रकाशम् = દરેક વસ્તુને પ્રકાશનાર सर्वाकारम्
= સર્વરૂપ सर्वगम्
= સર્વવ્યાપી सर्वशून्यम्
= સર્વથી રહિત, नित्यं शुद्धं निश्चलम् = નિત્ય, શુદ્ધ, નિશ્ચલ निर्विकल्पम्
= નિર્વિકલ્પ (અને) अद्वैतं ब्रह्म
= અદ્વિતીય બ્રહ્મ છે તત્ વ મિદં મમિ = તે જ હું છું.
અવ્યક્ત માયાથી શરૂ કરી છૂળદેહ સુધીનું આખું જગત આભાસરૂપે જેમાં પ્રતીત થાય છે તે આકાશ જેવું વ્યાપક અને સૂક્ષ્મ, અનાદિ અને અનંત, સૌનો આધાર તથા પ્રકાશક, નિત્ય, શુદ્ધ અને નિશ્ચલ, વિકલ્પ તથા ભેદરહિત સર્વવ્યાપી છતાં સર્વથી રહિત એવું જે અદ્વિતીય બ્રહ્મ છે તે હું જ છું.
બ્રહ્મ તરીકે હું સર્વવ્યાપી અવશ્ય છું છતાં કોઈનો મને સ્પર્શ ' કે સંગ નથી. કારણ કે મુજથી સર્વ કાંઈ જડ અને અસત છે જ્યારે હું સૌનું ચૈતન્ય અને સતરૂપી અધિષ્ઠાન છું. ભ્રાંત સર્પમાં જ્યાં જ્યાં સર્પ છે ત્યાં ત્યાં દોરી અવશ્ય સર્વવ્યાપક છે, છતાં ભ્રાંતિજન્ય હોવાથી હું જગતમાં વ્યાપ્ત ખરો પરંતુ જગતના કોઈ પણ નામ અને આકાર સાથે મારે સંગ કે સંબંધ નથી. તેથી સર્વવ્યાપી હોવા છતાં હું સર્વથી શૂન્ય છું. “સવારં સર્વ સર્વશૂન્ય મર્દ ગામ !”
| (છંદ-શાલિની) यत् प्रत्यस्ताशेषमायाविशेष
प्रत्येक्रूपं प्रत्ययागम्यमानम् । सत्यज्ञानानन्तमानन्दरूपं
ब्रह्माद्वैतं यत् तदेवाहमस्मि ॥५१५॥