________________
૭૭૧
एषः जडात्मकः
= આ જડસ્વરૂપ દેહ વા ગપ, સ્થવા મા = જળમાં અગર જમીન ઉપર ગમે ત્યાં लुग्तु
= આળોટે (તો પણ). સ૬ તા-નૈ
= હું તેના ધર્મોથી न विलिप्ये
લપાતો નથી.
જેવી રીતે મંદ બુદ્ધિવાળા અજ્ઞાનીઓ જળરૂપી ઉપાધિમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને જળના હલનચલનથી પ્રતિબિંબમાં જે હલનચલન દેખાય છે તે હલનચલન કે ક્રિયાઓને સૂર્ય જેવા બિંબનું હલનચલન કે ક્રિયા માની લે છે પરંતુ વાસ્તવમાં સૂર્યમાં તો કોઈ ક્રિયાઓ હોતી નથી તેવી રીતે આત્મસ્વરૂપે હું રવિવત કે સૂર્યવત નિષ્ક્રિય છું, બિંબસ્વરૂપે રહેલો છું, તેથી અંતઃકરણરૂપી જળમાં હું કર્તા, હું ભોક્તા કે હું હણાયો તેવી જે છાપ ઉપસી આવે છે તે મારા પ્રતિબિંબ જેવા શરીર કે અહંકારની હોઈ શકે, મારી કદાપિ નહીં. છતાં મંદ બુદ્ધિવાળા મૂઢ લોકો આત્મા જ કર્તા, ભોક્તા અને હણાય તેવો છે, તેવું માની લે છે. આમ, મંદ બુદ્ધિવાળા અજ્ઞાનીઓ જ અહંકાર કે શરીરાદિ અનાત્માના ધર્મોનો આરોપ આત્મા ઉપર કરે છે. છતાં જેમ ઘડાના ધર્મોથી ઘટાકાશ લેવાતું નથી અર્થાત્ ઘડો ફૂટવાથી ઘટાકાશ નષ્ટ થતું નથી. તેમ આ જડસ્વરૂપ દેહ જળ અગર જમીન પર ગમે ત્યાં આળોટે તો પણ મુજ અસંગ આત્માને શરીરના ધર્મોનો કોઈ લેપ લાગતો નથી. હું તો ધર્મ, ક્રિયા કે જન્મ અને મૃત્યુ જેવા વિકારોથી વિલક્ષણ છું.
| (છંદ-ઉપજાતિ) कर्तृत्वभोक्तृत्वखलत्वमत्तता
जडत्वबद्धत्वविमुक्ततादयः । बुद्धेर्विकल्पा न तु सन्ति वस्तुतः
स्वस्मिन् परे ब्रह्मणि केवलेऽद्वये ॥५११॥