________________
૭૬૯
अपि न
= પણ નથી મર્દ ભોગ પ વા ભોગયિતા = હું ભોગવનાર તેમજ ભોગવાવનાર પિ ના
=પણ નથી. દં કૃષ્ણ ગોપ વા રયિતા = હું જોનાર તેમજ બતાવનાર अपि न
= પણ નથી. अहम्
=(પણ) હું તો સઃ નીવ્ર સ્વયં જ્યોતિઃ તે સૌથી વિલક્ષણ સ્વયં પ્રકાશ आत्मा
=આત્મા (છું.) સૂર્ય કર્મથી, અગ્નિ લોઢાથી અને દોરી સર્પથી અસંગ છે તથા તેમના સાક્ષીરૂપે રહેલા છે. સંસારના લોકોના કોઈ પણ કર્મ સાથે સૂર્યને સંબંધ હોતો નથી. આકાશમાં વાદળાંની દોડવાની ક્રિયાનો સંબંધ પણ સૂર્યમાં જોવા મળતો નથી કારણ કે સૂર્યને વાદળ સાથે કે તેની ક્રિયા સાથે કોઈનાતો-રિશ્નો નથી છતાં આકાશના વાદળાંની અને ધરતીના ભૂતમાત્રની ક્રિયાઓમાં સૂર્ય સાક્ષી અવશ્ય છે, પણ સંબંધી બેશક નથી. તેવી જ રીતે અગ્નિને કોઈ સંબંધ હોતો નથી. પરંતુ માત્ર સંસર્ગદોષના કારણે જ અગ્નિ જેવા ધર્મો લોખંડમાં દેખાય છે અને તેવો જ મિથ્યા સંબંધ દોરી અને સર્પ વચ્ચે છે. ભ્રાંતિરૂપી સર્પમાં જન્મ, જીવન અને નાશ જેવું જે કંઈ જણાય છે તેવી ઉત્પત્તિ, સ્થિતિ અને લયને દોરી સાથે કોઈ નિસ્બત કે સંબંધ નથી. છતાં જો દોરી અને સર્પ વચ્ચે કોઈ સંબંધ છે તેવું કહેવું જ હોય તો તેવા સંબંધને આધ્યાસિક સંબંધ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે હે ગુરુદેવ! મારા અસંગ, અવિકારી, કૂટસ્થ સાક્ષી આત્માને ઇન્દ્રિયોના કર્મો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોઈ શકે નહીં.
વાસ્તવમાં હું નતો કર્મ કરનાર કર્તા છું કે ન તો કર્મનો નિયંતા, કર્મ કરાવનાર છું. તે જે ન્યાયે હું ન તો કર્મનું ફળ ભોગવનાર ભોક્તા છું. કે ન તો કર્મના ફળને ભોગવાવનાર કર્મફળદાતા છું. આમ, ન તો કર્મનું નિયંત્રણ કરનારો કે ન તો ઈન્દ્રિયભોગનું નિયંત્રણ કરનારો છું. નથી હું