________________
છે અને અતીદ્રિય સુખ જેવું અનુપમેય સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે. જો સદ્ગુરુ દ્વારા પરમતત્ત્વને પામવામાં ભૂલ કરીશું તો પરમતત્ત્વ તો ચૂકી જ જવાશે અને પરમાત્માના વિરાટ સ્વરૂપનું અર્જુનની જેમ ગ્રહણ તો થઈ શકશે જ નહીં. જેમ ચંદ્રની ચાંદની છોડી સૂર્ય તરફ પ્રયાણ કરીશું તો ચાંદનીની શીતળતા અને સ્નેહ તો ચૂકી જ જઈશું અને સૂર્ય તરફ પહોંચતા પહેલાં તેનું ઝળહળતું આલિંગન મેળવતાં પૂર્વે જ ભસ્મ થઈ જઈશું. તેવી જ રીતે સીધેસીધા પરમાત્માની અજાણી દિશામાં ગુરુની ઉપેક્ષા કરી જો પ્રયાણ કરીશું તો સદ્ગુરુનું વાત્સલ્ય, સ્નેહ, સહાનુભૂતિ અને શીતલ શરણથી તો વંચિત થઈશું જ પરંતુ પરમાત્માને પામવાની દૃષ્ટિ પણ ખોઈ બેસીશું અને ‘અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ' જેવી ત્રિશંકુ દશામાં જ જીવનપર્યંત રખડવું પડશે. સંસાર હાથથી સરી જશે, સદ્ગુરુ દૃષ્ટિથી દૂર થશે અને સચ્ચિદાનંદ છતી આંખે ગુમનામ થશે. આવી સૌમ્ય, નિઃસંદેહ સમજ કે વિવેક જ શિષ્ય પર થયેલો સદ્ગુરુનો શીતળ ચાંદની જેવો અમૃતનો અભંગ અભિષેક છે.
(છંદ-અનુષ્ટુપ)
धन्योऽहं कृतकृत्योऽहं विमुक्तोऽहं भवग्रहात् ! नित्यानंदस्वरूपोऽहं पूर्णो ऽहं त्वदनुग्रहात् ॥४८६॥
त्वत् अनुग्रहात् ·
अहं धन्यः
- આપ ગુરુદેવની કૃપાથી
હું ધન્ય બન્યો છું
अहं कृतकृत्यः
હું કૃતકૃત્ય થયો છું
બન્નેં મવગ્રહાત્ વિમુક્ત્ત: - હું સંસારના બંધનથી વિમુક્ત થયો છું
अहं नित्यानंदस्वरूपः
अहं पूर्णः
=
ઉપર
–
–
=
હું નિત્ય આનન્દસ્વરૂપ છું
હું પૂર્ણ છું.
હે ગુરુદેવ! આપની કૃપાથી હું સંસા૨રૂપી કારાવાસથી કે મગરથી મુક્ત થયો છું. મને ધન્ય છે, હું કૃતકૃત્ય થયો છું. હું નિત્ય આનંદસ્વરૂપ થઈ પરિપૂર્ણ થયો છું.