________________
૭૧૬
ઐક્યને જાણી પોતાના બ્રહ્મભાવમાં જ તન્મય રહે છે, તેને પ્રારબ્ધ સંચિત અને આગામી એમ ત્રણે પ્રકારના કોઈ પણ કર્મો, કોઈ પણ કાળે બંધનમાં નાંખી શકે નહીં, કારણ કે જ્ઞાની તો સ્વયં નિર્ગુણ બ્રહ્મ જ છે અર્થાત્ માયાના સત્ત્વ, રજસ અને તમસ જેવા ત્રણે ગુણોને તે તરી ચૂક્યો છે, તેથી તે નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. સત્ત્વગુણને તરવાથી સત્ત્વગુણમાંથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો સાથે જ્ઞાનીને નાતો કે રિશ્તો હોઈ શકે નહીં. રજસ ગુણને પાર કરી ચૂક્યો હોવાથી જ્ઞાનીને રજસગુણમાંથી ઉત્પન્ન થયેલી કર્મેન્દ્રિયો કે પાંચ પ્રાણ જોડે લેશમાત્ર સંબંધ હોતો નથી. તે જ પ્રમાણે તમસ ગુણને ઓળખી ચૂક્યો હોવાથી તમસ ગુણમાંથી બનેલું સ્થળ, જડ કે મૃત્યુ પામનારા શરીર સાથે જ્ઞાનીને નથી કોઈ સગાવહાલા જેવો સંબંધ, તો જડ શરીરના અન્ય સગાં સાથે તેનો સંબંધ કેવો? આત્મજ્ઞાનીને જો પોતાના શરીર સાથે સંબંધ નથી, તો અન્ય શરીરોનું સગપણ ક્યાં? અગર માતા-પિતા, પુત્રો કે પત્ની જેવું વળગણ કેવી રીતે હોઈ શકે? કોઈ અજ્ઞાનમાં ઊંઘતો અઘોરી, પોતાના શરીર સાથે સંબંધ રાખી શરીરની આત્મશ્લાઘામાં મૃત્યુપર્યત જીવવા મથામણ કરતો હોય છે, એટલું જ નહીં પરંતુ અન્ય માંસપિંડો, જે મળમૂત્ર, ઘૂંક, લીંટ, પિયા, હાડકાં, ચરબી અને લોહીથી ભરેલા છે, તેમને પણ પોતાના માની આલિંગન કરતો હોય છે. તેની તેવી પ્રવૃત્તિ સમડી-ગીધ અને કુતરા જેવી, હાડકાં ચૂસવાની હોય છે. માટે જ અત્રે શંકરાચાર્યજીએ સ્પષ્ટ કહ્યું છે કે માત્ર જ્ઞાની, સત્ત્વ તમસ અને રજસ જેવા ગુણોથી મુક્ત થઈ પોતાના નિર્ગુણ બ્રહ્મસ્વરૂપમાં રહે છે.
(છંદ-ઉપજાતિ) उपाधितादात्म्यविहीनकेवल
ब्रह्मात्मनैवात्मनि तिष्ठतो मुनेः । प्रारब्धसद्भावकथा न युक्ता ।
स्वप्नार्थसम्बन्धकथैव जाग्रतः ॥४५५॥